કોરોના વાયરસ અંગે જાગૃત કરતી કોલરટ્યૂન બંધ કરવાની માંગ..

કોરોના વાઇરસથી આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપે બીમારી થી લડવાનું છે, બીમાર થી નહી. એની સાથે ભેદભાવ ન કરો, તેની સંભાળ રાખો.. અને આ બીમારીથી બચવા માટે જે આપડી ઢાલ છે, જેમ કે આપડા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મી, સફાઈ કર્મચારી, પોલીસ વગેરે તેમનું સન્માન કરો, તેમને પૂરો સહયોગ આપો. આ યોદ્ધાઓની સંભાળ રાખો તો કોરોનાથી જીતશે દેશ આખો…વધારે માહિતી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર એક શૂન્ય ચાર કે કેન્દ્રિય હેલ્પલાઇન નંબર એક શૂન્ય સાત પાંચ પર સંપર્ક કરો, ભારત સરકાર દ્વારા જનહિત માં જારી.

આ શબ્દો તમે સાંભળ્યા હશે. આ કોલરટ્યૂન બંધ કરવા માટે અમદાવાદ શહેર જમાલપુર વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્ર લખ્યો છે. ધારાસભ્યએ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખી રજૂઆત કરી છે કે, છેલ્લા ચાર મહિનાથી કોલરટ્યૂન ફોનમાં આવી રહી છે. પાંચ વર્ષના બાળકો પણ હવે આ ટ્યૂન યાદ રહી ગઇ છે. કોરોના વાયરસ કે કોવિડ -19 મહામારી વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે કોલર ટ્યૂન જરૂરી છે પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવી ગઇ છે. કોલરટ્યૂનના કારણે સમય બગડી રહ્યો છે. ભારત સરકારે મારી વિનંતી છે કે આ કોલરટ્યૂન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે.

મહત્ત્વપૂર્ણ છે કે કોરોના મહામારી શરૂઆતમાં લોકોમાં કોવિડ-19 વિશે જાગૃતિ આવે તે માટે ભારત સરકાર દ્વારા તમામ ટેલિકોમ ઓપરેટરો સૂચના આપી જાગૃતિ અંગેની કોલરટ્યૂન રાખવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે મોબાઇલમાં રિંગ પહેલા આ કોલરટ્યૂન વગાડવામાં આવતી હતી. સમય જતાં આ કોલરટ્યૂન અંગે લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો. અનેક લોકોએ આ કોલકટ્યૂન બંધ કરવા માટે જે તે મોબાઇલ ઓપરેટરના કસ્ટમરકેરમાં પણ ફોન કર્યા હતા. જોકે, ઓપરેટરોનું કહેવું હતું કે સરકારના આદેશ બાદ જ તેને બંધ કરી શકાશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *