દિલ્હી હાઇકોર્ટ આકરા પાણીએઃ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી..!!

દિલ્હી હાઇકોર્ટે ઓકસીજનની પુરતી વ્યવસ્થા નહિ કરવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહયું છે કે, સરકાર માટે માનવ જીંદગીની કોઇ કિંમત નથી, અદાલતે આકરી ટિપ્પણી કરતાં કેન્દ્ર સરકારને કહયું હતુ કે ભીખ માંગો, કોઇ પાસેથી ઉધાર લ્યો કે ચોરી કરીને પણ દર્દીઓ માટે ઓકસીજનની વ્યવસ્થા કરો.

મેકસ હોસ્પિટલ ગ્રૃપ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી જણાવાયું હતું કે, અમારી હોસ્પિટલોમાં ઓકસીજનનું સ્તર ખતરનાક સ્તરે ઘટી ગયુ છે અમોને તરત ઓકસીજન જોઇએ છે. જસ્ટીશ વિપિન સંધી અને જસ્ટીશ રેખા પલ્લીની ખંડપીઠે આ અંગે સુનાવણી કર્યા બાદ ઓકસીજનનો પુરવઠો પુરો પાડવા કેન્દ્રને આદેશ આપતા તીખી ટીપ્પણી કરી હતી.

અદાલતે કેન્દ્ર સરકારને કહયું હતું કે અમે એ જઇને દુઃખી અને આંચકો અનુભવીએ છીએ કે સરકાર વાસ્તવિકતા નથી જોતી. હાઇકોર્ટ સરકારને કહયું હતું કે અમે લોકો ઓકસીજનની અછતથી મરતા જોઇ ન શકીએ.

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્રને નિર્દેશ કર્યા કે કોવિડ ૧૯ના ગંભીર દર્દીઓની સારવાર માટે રાષ્ટ્રીય રાજધાનીની એ હોસ્પિટલોને તાત્કાલીક ઓકિસજન પુરો પાડે જે આ ગેસની અછત સામે લડી રહ્યા છે. હાઈકોર્ટે કહ્યુ, કેન્દ્ર સ્થિતિની ગંભીરતાને કેમ નથી સમજી રહ્યું? અમે એ વાતથી સ્તબ્ધ અને નિરાશ છીએ કે હોસ્પિટલોમાં ઓકિસજન ખતમ થઈ રહ્યા છે પરંતુ સ્ટીલ પ્લાન્ટ ચાલી રહ્યા છે.

કોર્ટે કહ્યું કે જયારે ટાટા પોતાના સ્ટીલ પ્લાન્ટમાં બનાવેલ ઓકિસજન મેડિકલ ઉપયોગમાં આપી શકે છે તો બીજા એવું કેમ નથી કરી શકતા. આ લાલચની હદ છે. શું જરાય માનવતા નથી બચી??

દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુ સેનાની તૈનાતી કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ અન્ય દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે કેન્દ્ર સરકાર વાયુ સેનાની મદદ લઈ શકે છે. સરકાર વિદેશથી કન્ટેનર્સ લાવવા માટે ભારતીય વાયુ સેનાના ઉપયોગનો વિકલ્પ શોધી રહી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.