ગુજરાતમાં વાવાઝોડા નો ખતરો તોળાઈ રહ્યો છે અને આગામી તા.19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું અસર કરે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.
હવામાન વિભાગ ના સૂત્રો ના જણાવ્યા મુજબ તા.19 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વેરાવળ, પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, કુડામાં વાવાઝોડાંની અસર જોવા મળશે. જ્યારે કચ્છના માંડવી, ગાંધીધામ, નલિયા, ભાડલી, રાપર, ખાવડા, લખપતમાં વધુ એસર જોવા મળશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું તૌકતે ભયંકર તોફાની બનીને તેના પીક પર પહોંચશે અને અમદાવાદ સુધી 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને તૌકતે નામ આપવામાં આવ્યું છે.
વાવાઝોડું કંઈ દિશામાં આગળ વધશે તેને લઈને એક અનુમાન પ્રમાણે તે ઓમાનનો દરિયો ઓળંગી શકે છે તો એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ ધપી શકે છે. જે મુજબ ગુજરાતના દરિયાકાંઠાના હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…