ઊર્જા વિભાગની સબસીડીની જાહેરાતથી સોલાર પ્રોજેક્ટમાં કર્યું કરોડોનું રોકાણ અને હવે ફરી ગઈ સરકાર…!! ન્યાય માટે ચાલુ થયું ટ્વિટર અભિયાન…

ગુજરાત સરકારે 2019માં કરેલા પાવર પરચેજ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ ઊભા કરનારા અંદાજે 35,000થી વધુ ઇન્વેસ્ટર્સે રૂા.10,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી સબસિડી આપવાની આજે ના પાડી દીધી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના જનરલ મેનેજરે આજે આ અંગે દરેકને જાણ કરતી નોટિસ મૂકી દીધી છે.

પોલીસી ફોર ડેવલપમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પ્રોજેક્ટ 2019 હેઠળ વીજળીની ખરીદી કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા સબસિડી આપવામાં આવતી હતી. ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ આ સબસિડી આપવામાં આવતી હતી. આ સબસિડી આપવાનું બંધ કરી દેવાનો ઉદ્યોગો વિભાગે બે દિવસ પૂર્વે જ નિર્ણય લીધો છે. ઉદ્યોગ વિભાગ નાના સાહસિકોને વ્યાજમાં પણ સહાય આપતો હતો. તેણે આ સહાય પણ બંધ કરી છે.

તેના પ્રત્યાઘાત રૂપે જ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે આજથી જ આ સબસિડી આપવાનું તેમણે બંધ કરી દીધું હોવાની જાહેરાત કરી દીધી છે. પરિણામે રૂા. 10,000 કરોડનું રોકાણ કરીને અંદાજે 2500 મેગાવોટ સોલાર પાવર પેદા કરવાનું સાહસ કરનાર સાહસિકોના સબસિડીના નાણાં ડૂબી જવાની દહેશત ઊભી થઈ છે.

ગુજરાતમાં સોલરના અલગ-અલગ એસોસિએશન દ્વારા ન્યાય માટે ટ્વિટર પર #justice4gujaratsolarsector હેશટેગ ચલાવી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.