શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોજબરોજ નવો રેકોર્ડ સર્જી રહી છે, જેને પગલે વહીવટી તંત્ર પણ ચિંતિત બન્યું છે. કોરોના સંક્રમિતોની સારવાર માટે યુનિવર્સિટી કેમ્પસમાં બનાવાયેલા રાજ્ય સરકારની સમરસ હૉસ્ટેલમાં એક વખત ફરીથી કોવિડ કેર સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. જ્યાંરે તેમાં રહેતા 500 જેટલા વિદ્યાર્થીઓને હૉસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓના પૂછવા પર તેમને કહેવામાં આવ્યું છે કે, ચાલ્યા જાઓ નહીં તો તમારે કોરોના સંક્રમિત દર્દીઓ સાથે રહેવું પડશે. વિદ્યાર્થીઓ માટે રહેવાની અન્યત્ર ક્યાંય વ્યવસ્થા પણ નથી કરવામાં આવી. અહીં સુધીને વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાં અંદર આવવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સમરસ હોસ્ટેલની 4 ઈમારતો છે. જેમાંથી બે ઈમારતોમાં 500 વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થા છે, જ્યારે અન્ય બે ઈમારતોમાં 500 બેડની કોવિડ કેર સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે. હોસ્ટેલ મેનેજમેન્ટ તરફથી તમામ વિદ્યાર્થીઓને હૉસ્ટેલ ખાલી કરવાનો મૌખિક ઓર્ડર આપવામાં આવ્યો છે. સુરત મનપાએ કોવિડ કેર સેન્ટર માટે સમરસ હોસ્ટેલની બિલ્ડિંગ એ અને બી લેવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે સી અને ડી વિંગને મેનેજમેન્ટ તરફથી ખાલી કરાવી દેવામાં આવી છે. કોર્પોરેશનના સ્વાસ્થ્ય અધિકારી આશિષ નાયકે કહ્યું કે, અત્યાર સુધી 800 બેડનું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ સિવાય શહેરના તમામ વોર્ડમાં મળીને 1500 બેડના કેર સેન્ટર બનાવવામાં આવશે. જેમાં એવા દર્દીઓને રાખવામાં આવશે, જેઓ હોમ આઈસોલેશનમાં રહી શકે તેમ ના હોય.