સુરતના 20 વર્ષ જૂના સિમી સંમેલન કેસમાં કોર્ટનો ચૂકાદો, તમામ આરોપીઓ નિર્દોષ જાહેર જાણો શું છે સિમી કેસ…

શહેરના સગરામપુરા સ્થિત રાજશ્રી હોલમાં આજથી 20 વર્ષ પૂર્વે યોજાયેલા સિમીના સંમેલનમાં હાજર રહેલા 120થી વધુ આરોપીઓને કોર્ટે આજે મોટી રાહત આપી છે. સુરત કોર્ટ દ્વારા આ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

2001ની 30 ડિસેમ્બરના રોજ માં સુરતના સગરામપુરામાં આવેલા રાજશ્રી હોલમાં સિમીનું એક સંમેલન યોજાયું હતું. જેમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકોએ ભાગ લીધો હતો. જ્યાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પ્રતિબંધિત સંસ્થા સિમીનું સાહિત્ય જપ્ત કર્યું હતું.

સુરતની અઠવા પોલીસે આ સમગ્ર મામલે 127 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાંથી 5 આરોપીઓના પહેલા જ મોત થઈ ચૂક્યાં છે.

આ કેસમાં તમામ આરોપીઓ વિરુદ્ધ અન લો ફૂલ એક્ટિવિટી હેઠળ કેસ ચાલ્યો હતો. જો કે આ મામલે કોર્ટે આજે પોતાનો ચૂકાદો જાહેર કર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલી કલમો લાગૂ પડતી નથી.

આથી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હવે સરકાર તરફથી હાઈકોર્ટમાં કોઈ અપીલ કરવામાં આવે છે કે કેમ? તે જોવું રહ્યું.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *