આમ આદમી પાર્ટી માં સુરત મહાનગરપાલિકા ની ચૂંટણીમાં વૉર્ડ નં. 3 માંથી સૌથી વધુ લીડથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાજપમાં જોડાવા માટે ચૂંટાઈને આવ્યા ત્યારબાદ થી જ ઓફરો કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ઋતા દુધાગરાને ભાજપમાં કામરેજના ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. 54000 થી વધુ મતોથી અને સૌથી વધુ લીડથી જીત્યા હોવાથી આપ માંથી ભાજપમાં લેવા માટે ઘણી ઓફરો કરી હતી. તેમને 3 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ આજરોજ કરવામાં આવ્યો છે.
ઋતા દુધાગરાએ જણાવ્યું કે, મારા પતિ ચિરાગ દુધાગરા એ ભાજપ પાસેથી રૂ.25 લાખ લીધા છે. અને મારી વિરુદ્ધ ઘણા ષડયંત્ર અને અફવા ફેલાવવામાં આવે છે. કારણકે ભાજપમાં જોડવાની ઓફર નકારી અને આમ આદમી પાર્ટી સાથે જ રહેવાનું નક્કી કર્યું હતું.
છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પર્સનલ ડોક્યુમેન્ટ અને બીજી ઘણી વસ્તુઓ તેમણે રાખી છે, જે હજુ સુધી આપવામાં આવી નથી. અને ભાજપમાં જોડાવા માટે દબાણનો પ્રયાસ કરવામાં આવે છે. આ બાબતે તેમના પતિ, તમામ BJP ના સામેલ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એવું ઋતા દુધાગરાએ કહ્યું છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…