કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો, આ કંપની બાળકો માટેની વેક્સિનનું ટ્રાયલ જૂનમાં શરૂ કરાશે

ભારત બાયોટેકના ડો. રાચેસ એલ્લાનું નિવેદન આપતાં કહ્યું છે કે કંપની કોવેક્સિનનું પીડિએટ્રિક ટ્રાયલ્સ જૂનમાં શરૂ કરી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો ઝડપથી શિકાર બની રહ્યા છે ત્યાર ભારત બાયોટેકને 2થી 18 વર્ષના બાળકોની વેક્સિનના ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે. આ સાથે જ તેઓને આશા છે કે આ વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટર સુધીમાં WHO તરફથી વેક્સિનને મંજૂરી મળી શકે છે.

કંપનીએ કહ્યું કે અમને ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી રહી છે. કોવેક્સિન કોરોના સંક્રમણ સામે લોકોનો જીવ બચાવી રહી છે. સરકારે 1500 કરોડ ડોઝનો એડવાન્સ ઓર્ડર આપ્યો છે. જેના કારણે હાલમાં કંપની બેંગલુરુ અને ગુજરાતમાં પણ વેક્સિન બનાવી રહી છે. આ વર્ષ સુધી કંપની વેક્સિન નિર્માણ ક્ષમતા 70 કરોડ ડોઝ કરી લેશે. હાલમાં કોવેક્સીન કોરોના વાયરસના સંક્રમણ પર પણ સારું કામ કરી રહી છે અને લોકોના જીવ બચાવી રહી છે.

કંપનીના અધિકારીએ એમ પણ કહ્યું કે અમને આશા છે કે અમને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મંજૂરી જલ્દી જ મળી જશે. તેઓએ વિશ્વાસ રાખ્યો છે કે આ વર્ષના ત્રીજા અથવા ચોથા ક્વાર્ટર સુધીમાં WHO તરફથી વેક્સિનને મંજૂરી મળી શકે છે. હાલમાં અમારું ફોકસ વેક્સિનની ક્ષમતાને વધારવાનું છે.

ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધારે ખતરો હોવાનું અનુમાન કરી ચૂક્યા છે. એવામાં જરૂરી છે કે ત્રીજી લહેર પહેલા જ બાળકોને પ્રભાવી અને સુરક્ષિત વેક્સિન આપી દેવામાં આવે. દેશમાં કોરોના સંક્રમણની સામે 3 વેક્સિન કોવિશિલ્ડ, કોવેક્સીન અને રશિયાની સ્પૂતનિક વીને પણ ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.