સુરતમાં કોરોના વાયરસનો ફરી કેર જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી પછી સ્કૂલમાં કેટલાક વર્ગ ચાલુ કરવામાં આવ્યા છે, જોકે, રાજ્ય સરકારની આ ભૂલ ભારે પડી રહી હોય તેમ લાગી રહ્યુ છે. સુરતમાં સ્કૂલમાં ફરી કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યુ છે. સુરતમાં 6 વિદ્યાર્થી અને 2 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં અત્યાર સુધી 25 શાળામાં 82 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હોવાનું જણાઇ રહ્યુ છે.સુરતમાં વરાછા ઝોન-બી, રાંદેર ઝોન અને અઠવા ઝોનની શાળાના એક-એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લિંબાયત ઝઓનમાં આવેલ શાળાના 3 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ થયા છે. અઠવા ઝોનની શાળાના 2 શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્કૂલોમાં કોરોના આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને હોમ આઇસોલેશ કરવામાં આવ્યા છે. સ્કૂલમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ગયુ છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ગખંડને બંધ કરાવવામાં આવ્યા છે.
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર દ્વારા સ્કૂલોને ફરી બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. સુરતમાં કોરોના મહામારીના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.સુરત શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ 55,387 પર પહોચી ગયા છે. આ સાથે જ શહેર-જિલ્લામાં કોરોના મહામારીને કારણે 1138 લોકોએ જીવ ગુમાવ્યો છે. સુરત શહેર-જિલ્લામાં કોરોના મહામારીનું ફરી સંક્રમણ જોવા મળી રહ્યુ છે. અત્યારે સુરતમાં 1048 એક્ટિવ કેસ છે.