સુરત માં કોરોનું સંક્રમણ અચાનક વધી જતા તેને કન્ટ્રોલમાં લાવવા માટે ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે. ફેબ્રુઆરીમાં માત્ર 25 કેસ જ સામે આવ્યા હતા. જોકે, ત્યારબાદ ચૂંટણી અને યુકે-આફ્રિકાના નવા સ્ટ્રેનના કેસ આવ્યા બાદ સુરત માં કોરોના સંક્રમણમાં વધારો થયો છે.
જેથી હાલ 600થી વધુ કેસ સામે આવી રહ્યા છે. હાલ રોજના 25 હજાર કરતાં વધુ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ ટેસ્ટીંગ કરવા માટે પાલિકાએ તૈયારી કરી લીધી છે. હાલ થતા ટેસ્ટમાં પોઝિટિવિટી રેટમાં 6 ટકાનો ચિંતાજનક વધારો આવ્યો છે.
સુરતીઓ વધુ સતેજ નહીં રહે તો આગામી દિવસોમાં સુરતની સ્થિતિ વધુ ગંભીર શઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવિટી કેસનો ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં સંક્રમણ એટલું વધું છે કે, સુરત રાજ્યમાં સંક્રમણણાં ટોપ પર પહોંચી ગયું છે. પોઝિટિવિટી રેટ ચિંતાજનક છે.
જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ 18 ટકા છે. આ સાથે એન્ટિજન ટેસ્ટમાં 6 ટકાવો વધારો થઈ ગયો છે. સુરતના વરાછા-બી ઝોન સાથે લિંબાયત અને ઉધના ઝોન વિસ્તારમાં પોઝિટિવ કેસનું પ્રમાણ ઘણું ઓછું હતું ત્યાં પણ કેસો વધી રહ્યા છે,પરિણામે ટેસ્ટિંગ પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે.