કોરોના કૌભાંડ : 25000 આપો અને ઘરે જતા રહો, ક્વોરન્ટાઈન સેન્ટરમાં ચાલી રહ્યું છે કૌભાંડ

ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પણ કરપ્શનનો કેસ સામે આવ્યો છે.જે અંગે મળતી વિગતો પ્રમાણે દિલ્હીથી બેંગ્લોર પહોંચેલા 70 લોકોને નિયમો હેઠળ 14 દિવસ માટે એક હોટલમાં ક્વોરેન્ટાઈન કરાયા હતા.જોકે તેમના પર નજર રાખવા તૈનાત કરાયેલા કૃષ્ણા ગૌડા નામના એક વ્યક્તિએ એક વૃધ્ધ દંપતિ પાસે લાંચ માંગી હતી.તેણે આ દંપતિને કહ્યુ હતુ કે, જો તમે 25000 રૂપિયા આપશો તો તમને રાતે જ ઘરે મોકલી દઈશ.

આ વાતચીતનો એક ઓડિયો પણ સામે આવ્યો છે જેમાં ગૌડા નામનો આ વ્યક્તિ કહેતા સંભળાય છે કે, હોટલના રૂમનુ ભાડુ 18000 રુપિયા છે.ડોક્ટરની ફી 4200 રૂપિયા છે.જો તમે 25000 આપો તો તેમને ઘરે મોકલી દઈશું, તમારા માટે ગાડીની પણ વ્યવસ્થા કરી દઈશું.કોઈ તમને ફોન પણ નહી કરે અને કોઈ ચેકિંગ કરવા પણ નહી આવે.

દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યા બાદ કર્ણાટક પોલીસે લાંચ માંગનારા સામે પોલીસ ફરિયાદ કરી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.