અત્યારે આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે હાલમાં જ ભારત સરકાર દ્વારા કોરોનાની મહામારી ને પહોંચી વળવા માટે તથા કોરોનાને હરાવવા માટે યુવાઓને આઈસોલેશન સેંટર પર મદદ કરવા અપીલ કરવામાં આવી હતી, જે અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો દ્વારા છેલ્લા એક માસથી આઈસોલેશન સેન્ટર પર કોરોના દર્દીઓની સંભાળ તથા સારવાર કરવામાં મદદ કતી હતી.
તથા આસપાસના વિસ્તારોમાં જઈને યુવાઓને તથા સમાજના નાગરિકો ને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત દરેક સ્વયંસેવકોએ પોતાના વિસ્તારમાં આવેલા નજીકના હેલ્થ સેન્ટર પર જઈને કર્મચારીઓને રસીકરણ ની પ્રક્રિયામાં પણ મદદ કરી હતી.
નેહરુ યુવા કેન્દ્ર દ્વારા વાંરવાર ઓનલાઇન વેબીનારનું આયોજન કરી પણ વિદ્યાર્થીઓ ને રસીકરણ માટે પ્રોત્સાહિત તથા જાગૃત કરવામાં આવે છે અને આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના દરેક યુવાનોને રસીકરણ માટેના ગુજરાત સરકારના ઓનલાઇન રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવામાં મદદ કરી હતી.
આ દરેક કાર્ય સુરત જિલ્લાના નહેરુ યુવા કેન્દ્રના જીલ્લા યુવા અધિકારી એવા શ્રી સચીન શર્મા તથા તેમના ટીમ મેમ્બર એવા આશિષ ચાવડા, મયુર દેત્રુજા તથા મેહુલ દોંગા તથા નિખીલ ભુવા દ્વારા ચોર્યાસી તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેમજ મનોજ દેવીપૂજક તથા ઠાકોર શ્રેયા દ્વારા ઓલપાડ વિસ્તારના કોરોના સંક્રમિત ગામોમાં જઈને ત્યાંના તમામ યુવાઓને વેક્સિનેશન તથા કોરોના ને કરાવવા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…