ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ સોનલ પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પૈસા લઇને ટિકિટ વહેચાઇ હોવાનો આરોપ લગાવ્યો છે. સોનલ પટેલે કહ્યુ કે, 20 લાખ રૂપિયા લઇને કોંગ્રેસના ધારાસભ્યોએ ટિકિટ વહેંચી હોવાનો આરોપ લગાવ્યો છે. સોનલ પટેલે કોંગ્રેસમાં અપમાન થયુ હોવાના આરોપ સાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ સોનલ પટેલે કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયા છે. ઇન્ડિયા કોલોનીની પેનલને લઇને સોનલ પટેલે 20 લાખ રૂપિયા લઇને ટિકિટનો સોદો થયો હોવાનો આરોપ લગાવ્યો છે.

સોનલ પટેલે કહ્યુ કે, 24 તારીખે મારી પર ફોન આવ્યો કે બેન તમારી કેટલી તૈયારી છે ચૂંટણી લડવાની. યશવંત યોગીનો ફોન આવ્યો હતો. તે બાદ તેમણે કહ્યુ કે શૈલેષ પરમારનો ફોન આવે છે અને મેન્ડેટ બીજાને મળે છે. મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ સોનલ પટેલે કહ્યુ કે, અપમાનનો બદલો હું ક્યારેય સહન નહી કરી શકું.