કોરોના ઓક્સિજન લેવલ ઘટવાની ચિંતા છે? તો કરો આ વસ્તુ નું સેવન…

કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકો પોતાના શરીર ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને પૌષ્ટીક આહાર લેવો જોઈઓ. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ઓક્સીજન લેવલ ઘટવાની સમસ્યા વધારે સામે આવી રહી છે. ત્યારે અહીં તમને કેટલાક ફળો જણાવીશું જે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરશે અને લોહીમાં ઓક્સીજનનું સ્તર પણ સારું રાખશે.

બ્લૂબેરી અને સ્ટ્રોબેરી- નિયમિત બ્લૂબેરીને આહાર પ્રણાલીમાં શામેલ કરવાથી લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રહે છે. બ્લૂબેરી પ્રોટીન ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, વિટામિન ઈ, સી, બી 6 અને થાયમિન જેવા પોષકતત્વોથી ભરપૂર છે.

આ તમામ પોષકતત્વો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સ્ટ્રોબેરીમાં પણ રાઈબોફ્લેવિન, નિયાસીન, વિટામિન બી-6, ફોલેટ, કૈલ્શિયમ, આયર્ન, મેગ્નિશિયમ, ફોસ્ફરસ પોટેશિયમ અને ઝિંક જેવા પોષકતત્વ રહેલા છે. સ્ટ્રોબેરી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

પિઅર અને પાઈન એપ્પલને નિયમિત આહાર પ્રણાલીમાં શામેલ કરવાથી ઓક્સિજનનું સ્તર યોગ્ય રહે છે. પિઅરમાં વિટામીન સી, વિટામીન કે, પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર અને કોપર જેવા પોષકતત્વ રહેલા છે. પાઈન એપ્પલ વિટામીન બી, ફોલેટ, થાયમિન, પેંટોથેનિક એસિડ, બ્રોમેલેન, નાયસિન જેવા પોષકતત્વથી ભરપૂર છે. આ તમામ પોષકતત્વો લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ ફળ તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.

કીવી અને તરબૂચ- કીવી તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. કીવીમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કોપર, સેલેનિયમ અને પ્રોટીન જેવા પોષકતત્વ રહેલા છે. આ તમામ પોષકતત્વ લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તરબૂચમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નિશિયમ, વિટામીન બી 1, વિટામીન બી 5, વિટામિન બી 6 જેવા પોષકતત્વ લોહીમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રાખે છે. આ ફળ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને સ્વાસ્થ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે.

પપૈયુ અને કેરી- પપૈયુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. પપૈયામાં પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન એ, બી, સી, ફાઈબર અને કેલ્શિયમ જેવા પોષકતત્વ રહેલા છે, જે લોહીના ઓક્સિજનના સ્તરમાં વધારો કરે છે. પપૈયું રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. કેરી લોહીમાં ઓક્સિજનનું સ્તર વધારે છે. કેરીમાં રહેલ વિટામીન સી, થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસીન, કેલ્શિયમ, આયર્ન, મેગ્નિશિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને ઝિંક જેવા પોષકતત્વ રહેલા છે. આ તમામ પોષકતત્વ શરીર માટે ખૂબ જ લાભકારી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *