આણંદ જીલ્લાના ઉમરેઠ તાલુકામાં રતનપુરા ગામમાં ભવાની ચોકમાં આર.બી.પટેલ સ્કૂલની બાજુ માં સરકારી ક્વાર્ટર્સ માંથી ગંદકી દૂર કરવા અને શૌચાલય બનાવવા બાબતની ફરિયાદ ટિમ ગબ્બર ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી શ્રી તથા આણંદ જિલ્લાના કલેક્ટર ને ફરિયાદ કરવામાં આવેલ છે.
સવિનય સાથે જણાવવાનું કે અમો ટીમ ગબ્બર ગુજરાતને જાણવા મળેલ છે કે આણંદ જીલ્લાના ઉમરેઠ તાલુકામાં રતનપુરા ગામમાં ભવાની ચોકમાં આર.બી.પટેલ હાઇસ્કૂલ ની બાજુ માં આવેલ સરકારી કવાર્ટસમાં ગામના રહીશો દ્વારા ટોઈલેટ છે એમ સમજીને પેશાબ કરવામાં આવે છે અને તે જગ્યાએ પ્લાસ્ટિક ની પોટલીઓ નાખવામાં આવે છે.
અને ત્યાં આજુબાજુ રહેતા ખ્રિસ્તી ફળીયામાં રહેતા લોકોને હેરાન ગતિ કરવામાં આવે છે અને લોકો પેશાબ કરે તો તેનાથી ખુબ મચ્છર નો રોગચાળો ફેલાય છે આથી તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયત દ્વારા શૌચાલય બનાવવા ની જરૂર છે અને આ ગંદકી દૂર કરી કરાવી ફરિયાદ નો નિકાલ કરશો તેવી અમારી માંગણી છે.
આ માંગણી સહ રજુઆત લાગુ કચેરી ને પહોંચાડી તાત્કાલિક અસરથી તેનો નિકાલ કરાવશો તેવી અમારી માંગણી છે અમારી આ ફરિયાદનો જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા ઉપરોક્ત સરનામે પાઠવશોજી.
ફરિયાદી નું નામ :-કે એચ ગજેરા એડવોકેટ અને દીપક પરમાર, ટીમ ગબ્બર ગુજરાત
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…