પેટાચૂંટણી ટાણે જ સીએમની કોલર ટ્યુન કેમઃ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની કોલર ટયુનને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી સહિત ટેલિફોન કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરાઇ છે. તેની સાથોસાથ પેટાચૂંટણીમાં કોલર ટયુન કોની મંજુરીથી ચલાવવામાં આવે છે વગેરે પ્રકારના સવાલો કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી નિશિત વ્યાસે ભારતીય ચૂંટણી પંચ તથા રાજય ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાજપના સ્ટાર પ્રચારક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. તેમણે પેટાચૂંટણી જાહેર થઇ ત્યારે વિજય રૂપાણીએ ભાજપનો પ્રચાર કરવાનો એક પ્રપંચ રચ્યો છે.

ભાજપે આ માટે મંજૂરી લીધી છે? – કૉંગ્રેસ

પંચને રજૂઆત કે એક નાની જાહેરાત, એક એડ ફિલ્મ કે બેનર કે પોસ્ટર પણ જાહેર કરવું હોય તો ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે છે. તો ભાજપ આ બાબતે મંજૂરી માંગી હતી. તેમણે કોઇ ટેલિફોન કંપની બીએસએનએલ. વોડા ફોન, જીઓ, એરટેલ, રિલાયન્સ તેમની જોડે એમ.ઓ.યુ. કર્યા છે. તેમનો અવાજ કોલર ટયુનમાં આપવા માટે કોઇ રકમ નક્કી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોઇપણને ફોન કરવામાં આવે તો શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં લોકોને કોરોનાના કારણે માસ્ક પહેરવા તેમ જ સેનેટાઇઝરથી સતત હાથ ધોવા વગેરે બાબતે સાવચેત કરી રહ્યાં છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *