આ અખા ત્રીજે ઘરે બેઠાં માત્ર 1 રૂપિયાથી ખરીદી 24 કેરેટ શુદ્ધ સોનું, જાણો કેવી રીતે

અખા ત્રીજના દિવસે સોનું ખરીદવુ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પણ કોરોના મહામારીના લીધે સોના-ચાંદીની દુકાનો બંધ છે અને હાલ ઘરની બહાર નીકળવુ જોખમી છે. જો કે તમે તમે ઘરની બહાર ગયા વગર ઘરે બેસીને ફક્ત 1 રૂપિયામાં 24 કેરેટના સોનાની ખરીદી કરી શકો છો.

કોરોનાના માહોલમાં તમે ઘરે બેસીને પણ 24 કેરેટ ગોલ્ડની ખરીદી કરી શકો છો. દેશના અનેક જ્વેલર્સ આ ઓફર આપી રહ્યા છે. એક્સપર્ટની માનીએ તો આવનારા મહિનામાં સોનાના ભાવ વધી શકે છે. આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરે છે. તો જાણો કઈ રીતે સરળ પ્રોસેસથી તમે ફક્ત 1 રૂપિયામાં સોનું ખરીદી શકશો.

તમે 1 રૂપિયાથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. અપસ્ટોક્સ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મની મદદથી ગ્રાહક લાઈવ બજાર દરે 99.9 ટકાની શુદ્ધતાનું 24 કેરેટ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકે છે. તેના બજાર દર રિયલ ટાઈમ આધાર પર પ્લેટફોર્મ પર અપડેટ કરાય છે.

MMTC-PAMP દુનિયાના સૌથી પહેલા ગોલ્ડ એકાઉન્ટમાંનું એક છે જેને ડિજિટલ રીતે એક્સેસ કરાય છે. તેમાં ગ્રાહકને 99.9 ટકા શુદ્ધ સર્ટિફાઈડ સોનું ફક્ત 1 રૂપિયામાં મળી શકે છે. તેને ખરીદી, વેચી અને રિડિમ કરી શકાય છે. આ સાથે તેને લાઈવ કિંમત પણ જાણી શકાય છે જે આંતરરાષ્ટ્રિય કિંમત સાથે લિંક હોય છે. આ ભારતમાં એકસમાન હોય છે. આ કિંમતો 365 દિવસ અને 24X7 મળી રહે છે. અહીં ગ્રાહકોને થોડા પ્રમાણમાં સોનું ખરીદવાનો અને જમા કરવાનો વિકલ્પ પણ મળે છે. તેમાં ફિઝિકલ ડિલિવરી પછી રિકવેસ્ટ કરાય છે. આ સેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ પેટીએમ, ગૂગલ પે, Fisdom સાથે મોતીલાલ ઓસ્વાલ અને એચડીએફસી બેંક સિક્યોરિટીઝમાં મળી રહે છે.

નાણાંની ચૂકવણી સંપૂર્ણપણે ઓનલાઇન

ખરીદાયેલા ગોલ્ડને ફરીથી ફિઝિકલ કોઈન્સ કે બારમાં બદલી શકાય છે. તેને બ્રિક્સ વૉલ્ટ માં સ્ટોર કરી શકાય છે. જે એક સુરક્ષિત અને લોકપ્રિ. વૉલ્ટ સેવા છે. ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ રીતે ડિજિટલ છે. તેનાથી ગ્રાહક પ્લેટફોર્મ પર ગોલ્ડ ખરીદી શકે છે અથવા નવા ખરીદેલા ગોલ્ડને રીડિમ કરી શકે છે. આ સિવાય અપસ્ટોક્સ જલ્દી ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ ફિઝિકલ કોઈન્સમાં બદલવાનો ઓપ્શન આપે છે. તેને ભારતમાં ક્યાંય પણ 0.1 ગ્રામ સુધી ગોલ્ડ નિઃશુલ્ક ટ્રાંઝિટ ઈન્શ્યોરન્સ સાથે ડિલિવર કરાશે. અપસ્ટોક્સના અધિકારીએ કહ્યું કે સોનાને મૂલ્યવાન માનવામાં આવે છે. આ સંપન્નતાનું પ્રતીક છે. તેને સામાન્ય રીતે સુરક્ષિત રોકાણનો વિકલ્પ માનવામાં આવે છે.

MMTC-PAMPના ડિજિટલ ગોલ્ડને સોનાની ખરીદીનો સુરક્ષિત ઉપાય માનવામાં આવે છે. તેમાં ખરીદાયેલું ડિજિટલ ગોલ્ડના દરેક ગ્રામ માટે MMTC-PAMP પોતાના વોલેટમાં ફિઝિકલ ગોલ્ડની સમાન ગુણવત્તા અને યોગ્ય માત્રામાં સ્ટોર કરે છે. ગ્રાહકો દ્વારા ખરીદાયેલા સોનાને સુરક્ષા વોલેટમાં રાખવામાં આવે છે. અને કોઈ ખરાબ પરિસ્થિતિમાં વીમો કરાવાય છે જેમાં IDBI ટ્રસ્ટીશીપ સર્વિસિઝ લિમિટેડ સિક્યોરિટી ટ્રસ્ટી રહે છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.