Bollywood Drugs Case: દિપીકાની સાડા 5 કલાક પુછપરછ, શું કરી કબૂલાત, શ્રદ્ધાનો ધડાકો

બોલીવૂડ ડ્રગ્સ કેસ (Drugs Case)માં હવે ધીમે-ધીમે કનેક્શન બહાર આવી રહ્યું છે. રકૂલ પ્રિત બાદ શનિવારે દિપીકા પદુકોણની NCBએ સાડા 5 કલાક પુછપરછ કરી હતી. જેમાં તેણે ડ્રગ્સ ચેટ ગ્રુપમાં સંડોવણીની વાત કબૂલી હતી. જ્યારે શ્રદ્ધા કપુરે તો મોટો ધડાકો કર્યો હતો કે તેણે વીનિટી વેનમાં સુશાંત સિંહને ડ્રગ્સ લેતા જોયો હતો.

NCBએ શનિવારે સવારથી દિપીકા પદુકોણની પુછપરછ શરુ કરી હતી. જે સાડા પાંચ કલાક ચાલી હતી. દિપીકા સવારે નક્કી સમય કરતા 10 મિનિટ પહેલાં એનસીબીની ઓફિસ પહોંચી ગઇ હતી. જો કે તેને પુછપરછ માટે ફરી બોલાવાશે કે કેમ હજુ સ્પષ્ટ થયું નથી. તેણે કબૂલ્યું હતું કે તે ડ્રગ ચેટમાં સામેલ હતી. પરંતુ પોતે ડ્રગ્સ લેતી હોવાનો ઇનકાર કર્યો છે. જો કે સૂત્રોનું કહેવું છે કે એનસીબી Drugs Caseમાં હજુ દિપીકાના જવાબોથી સંતુષ્ટ નથી.

કેટલાક સવાલોના જવાબમાં દિપીકાનું મૌન

એનસીબીનું એ પણ કહેવું છે કે દિપીકાએ કેટલાક સવાલોના જવાબોમાં મૌન જ રાખ્યું હતું. ડ્રગ્સ( Drugs Case)ના સવાલોનો તે બરાબર જવાબ આપી રહી નથી. તેણે હૈશ (હસિશ) મંગાવ્યાનું કબૂલ્યું પણ સાથે તે કહે છે કે ક્યારેય તેણે ડ્રગ્સનું સેવન કર્યું નથી. એનસીબીનું માનવું છે કે દિપીકા અને કરિશ્માએ ગોવામાં બેસી રણનીતિ તૈયાર કરી અને વકીલોની સલાહથી કામ કરી રહી છે.

દિપીકા બાદ શ્રદ્ધા કપૂરની Drugs Caseમાં પુછપરછ શરુ થઇ હતી. જેમાં મોટો ધડાકો કર્યો હતો કે તેણે સુશાંત સિંહ રાજપુતને વેનિટી વેનમાં બેસી ડ્રગ્સ લેતા જોયો હતો. શ્રદ્ધાએ જણાવ્યું કે છિછોરે ફિલ્મની રિલીઝ પછી પાવના ફાર્મ હાઉસમાં એક પાર્ટી યોજાઇ હતી. બપોરે ત્રણ વાગે અમે ત્યાં પહોંચ્યા હતા. લંચ પછી બોટમાં આઇલેન્ડ ગયા હતા. જ્યાં ડ્રગ્સ અને દારુની પાર્ટી થઇ હતી. નાચગાન થયું હતું. પરંતુ તેણે ત્યાં ડ્રગ્સ લીધાનો ઇનકાર કર્યો છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.