મુંબઈ- બોલિવૂડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે હજી કોઇ વિગતો સામે આવી નથી. સુશાંતસિંહ બોલિવૂડનાં ઘણાં જ લોકપ્રિય એક્ટર છે. તેમણે પોતાના કેરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી.
મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. આત્મહત્યાનું હજી કોઈ કારણ મળ્યું નથી. એક ચર્ચા પ્રમાણે તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો.

૩૪ વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મે હે મેરા દિલ’ સિરીયલ થી તેના કરિયરની શરૂઆત કરી હતી. જોકે સુશાંત ની ખરી ઓળખાણ એકતા કપૂરની સિરિયલ ‘પવિત્રા રિશ્તા’ પરથી થઇ હતી.તેમની ફિલ્મોની સફર ચાલુ થઇ હતી.
સુશાંત ફિલ્મ ‘કાઈ પો છે’ થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.તેઓ ફિલ્મ ‘કાઇપો છે’માં લીડ રોલમાં દેખાયો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગ ની વખાણ કરવામાં આવ્યા હતા ત્યાર પછી તેની શુદ્ધ દેશી રોમાંસ માં પરિણીતી ચોપરા અને વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો.
તેમની સૌથી વધારે ચર્ચાયેલી ફિલ્મ ‘એમ.એસ ધોની’ છે. જેમાં તેમણ ભારતીય ક્રિકેટર ધોનીનો રોલ કર્યો હતો. આ તેમની પહેલી ફિલ્મ હતી જેને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બાદ તેમની ફિલ્મ ‘સોનચિ઼ડિયા’ અને ‘છિછોરે’ આવી હતી. તેમની છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ હતી જેમાં તેઓ સારા અલી સાથે કામ કર્યું હતું.