મધ્યપ્રદેશ ના ભાજપ ના કાર્યકરો એ ગાંધીજી સાથે મોદી ની તસવીરને પણ હાર પહેરાવ્યો…

મધ્ય પ્રદેશના સતનાના ખંથી સ્કૂલમાં વેક્સિનેશન મહાઅભિયાનના શુભારંભની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને લગતી છે.

અહીં ભાજપના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધી સાથે PM મોદીની તસવીર પર પણ પુષ્પમાળા પહેરાવ્યો હતો. ઉત્સાહી કાર્યકર્તાઓ એટલે નહીં અટકતા આ ફોટો સામે મીણબત્તી અને અગરબત્તી પણ પ્રગટાવી હતી. ત્યારબાદ સૌએ સાથે મળી ફોટો સેશનનું આયોજન કર્યું. આ સમયે શાળાના શિક્ષક, આચાર્ય અને સ્વાસ્થ બાબતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.આ તસવીર વાયરલ થયા બાદ લોકો તેને અયોગ્ય ગણાવી રહ્યા છે.

જ્યારે ફોટો વાયરલ થયો તો સૌએ કાર્યવાહીની માગ કરી હતી. બીજી બાજુ જિલ્લા અધ્યક્ષે પણ તેને ભૂલ ગણાવી હતી. હકીકતમાં આ તસવીરો વેક્સિનેશન અભિયાન સેન્ટર ખાતે લેવામાં આવી હતી. અહીં સોમવારે સવારે લગભગ 9.30 વાગે સ્વાથ્ય કાર્યકર્તા અને સ્કૂલ સ્ટાફ ઉપસ્થિત હતો.

આ સમયે ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. તેમણે મહાત્મા ગાંધી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ સાથે રાખી હતી. ત્યારબાદ મહેમાનોની ઉપસ્થિતિમાં હારમાળા ચડાવી મીણબત્તી પ્રગટાવી હતી. ત્યારબાદ સૌએ ફોટા લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સતના જિલ્લામાં 250 કેન્દ્રોના માધ્યમથી વેક્સિનેશનનું મહાઅભિયાન શરૂ થઈ ચુક્યું છે.

જ્યાં જિલ્લામાં 30 હજારથી વધારે લોકોને વેક્સિન આપવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે . ભાજપના જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું કે ઘટનાની હું ટીકા કરું છું . આ પ્રકારની ભૂલ ફરી વખત નહીં થાય. તે સમયે શાળાના આચાર્યથી લઈ સ્વાથ્ય વિભાગના કર્મચારીઓ હાજર હતા. અહીં વેક્સિનેશન મહાઅભિયાનમાં કોઈ મોટા નેતા પહોંચ્યા ન હતા. આ સંજોગોમાં નવા કાર્યકર્તાઓથી ભૂલ થઈ શકે છે . પણ અહીં અનેક લોકો ઉપસ્થિતિ હતા . આ મોટી ભૂલ છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.