6 મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર નક્કી કરવા ભાજપ આજે મહોર મારશે…

Opગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોર્પોરેશનમાં મેયર, સત્તા પક્ષના નેતા, વિપક્ષ નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂંકની રાહ જોવાઈ રહી છે.

રાજ્યની અમદાવાદ સહિત 6 મ્યુન્સિપલ કોર્પોરેશનમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી માટે આજે પ્રદેશ કાર્યાલય ખાતે પાર્લામેન્ટરી બોર્ડની (Gujarat BJP Parliamentary Board) બેઠક મળવા જઈ રહી છે.

આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે.

જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકા માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અલગ-અલગ સમિતિઓના ચેરમેનના નામ પર આખરી મહોર મારવામાં આવશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.