કોરોના મહામારીએ તો સમગ્ર ગુજરાત અને દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે દિવસે ને દિવસે રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણનાં આંકડાઓ સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે એવામાં કોવિડ ગાઇડલાઇન અનુસાર જે અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે તે ડરાવનારી વાસ્તવિકતા રજૂ કરે છે. સુરતમાં દર કલાકે 5 લોકોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં હોવાની વાત સામે આવી છે. માત્ર એટલું જ નહીં પરંતુ સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાંબી લાઇનો લાગી છે.

સરકારી આંકડા અનુસાર છેલ્લાં 3 દિવસમાં જ સુરતમાં 170 જેટલી ડેડબોડીનાં કોવિડ-ગાઇડલાઇન અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. જ્યારે અઠવાડિયામાં 390 જેટલી બોડીનો અંતિમ સંસ્કાર-દફનવિધિ કરાઇ છે. હાલમાં દરરોજની 48થી પણ વધારે સંખ્યામાં ડેડબોડી સ્મશાનમાં આવી રહી છે. આ ડરાવનારી વાસ્તવિકતા આગામી સમયમાં ગુજરાત માટે ભારે પડી શકવાની સંભાવના છે.
દરરોજનાં 48થી વધુ સંખ્યામાં મૃતદેહો આવી રહ્યાં છે
બુધવારની જ જો વાત કરીએ તો શહેરમાં 65 જેટલા મૃતદેહોની સ્મશાન અને કબ્રસ્તાનમાં ગાઇડલાઇન સાથે અંતિમ વિધી કરવામાં આવી હોવાની હકીકત સામે આવી હતી. જ્યારે ગુરુવારે પણ 55 જેટલાં મૃતદેહોની સરકારની ગાઇડલાઇન અનુસાર શહેરની વિવિધ સંસ્થાઓએ અંતિમ વિધી કરી હોવાની માહિતી સામે આવી છે. ડૉક્ટરોનાં મતાનુસાર ડાયાબિટીસ અને હાયપર ટેન્શન તેમજ હાર્ટ પેશન્ટ દર્દીઓ વધારે પડતા કોરોનાની અડફેટમાં આવી ચઢ્યાં છે.
ઉદાહરણ તરીકે જોઇએ તો જે દર્દી ડાયાબિટીસથી પહેલેથી જ પીડિત હોય અને તે જો કોરોના દર્દી તરીકે દાખલ થયું હોય તો તેનું સુગર કંટ્રોલમાં આવે તે પહેલાં જ કોરોના કરતાં તેની મુળ બીમારી હાવી થઇ હોવાનાં કિસ્સાઓ વધારે પડતા આવ્યાં છે. છતાં આ મૃતકોને કોરોનામાં ન આંકતા તેમની શંકાસ્પદ કોરોના સાથે કોરોનાની ગાઇડલાઇન અનુસાર અંતિમ વિધી કરાતી હોવા છતાં મોતનો આંકડો વધ્યો છે. જો કે અહીં મુશ્કેલી એ સર્જાઇ રહી છે કે મૃત્યુનાં આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં હોવાની બાબતો પણ ક્યાંક-ક્યાં પ્રકાશમાં આવી હતી.
છેલ્લાં 2 જ દિવસમાં અંતિમ ક્રિયાની એવરેજ વધી ગઇ
સુરતમાં પચ્ચીસેક દિવસથી એક મહિના અગાઉ કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમ ક્રિયાની એવરેજ 25થી 30ની હતી. જે હવે 45 થઈ ગઈ છે. છેલ્લાં 2 જ દિવસમાં આ સંખ્યા 50થી વધી ગઈ છે. બુધવારે સૌથી વધારે એટલે કે 65 જેટલી ડેડબોડીનાં અંતિમ સંસ્કાર-દફનવિધિ કરવામાં આવી હતી.
જો આજ મુજબ ઝડપ વધતી રહેશે તો લગભગ જુલાઇનાં અંત સુધી આ આંકડો બની શકે કે 70 સુધી પહોંચી શકે છે. એમાંય ખાસ કરીને સ્મિમેર હોસ્પિટલમાંથી મૃતદેહને જે રીતે પ્લાસ્ટિકમાં લપેટાઈ છે કે પરિવારજનોને જ્યારે મોઢું બતાવવાનો પ્રયાસ કરાયો ત્યારે તે ડેડબોડી ઉલ્ટી નિકળે છે. ગત રોજ પણ એક એવી ઘટના આવી હતી કે જેમાં સ્મિમેર પર એક એમ્બ્યુલન્સમાં એક પર એક લાશો નાંખી દેવાતા ભારે હોબાળો મચી ગયો હતો.