ગુજરાત હાઈકોર્ટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય બહાર જવાની હાર્દિક પટેલને પરવાનગી આપવામાં આવી છે. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાર્દિકે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી.
અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કોર્ટના શરણે ગયા હતા.
નીચલી કોર્ટે ફગાવી હતી હાર્દિકની અરજી…
હાર્દિકે આ પહેલા 90 દિવસ માટે રાજ્ય બહાર જવા નીચલી કોર્ટમાં અરજી કરી હતી. જેનો સરકારે વિરોધ કર્યો હતો. સરકારે વિરોધ કરતા કહ્યું હતુ કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો યોગ્ય નથી. માત્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવાથી જવા દેવાય એ યોગ્ય નથી, કાયદો તમામ માટે સરખો છે. અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની પણ રજૂઆત કરી હતી. પરંતુકોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.
નીચલી કોર્ટે હાર્દિકની અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ તેમને ગુજરાત બહાર જવા માટે મંજૂરી આપવામાં આવી છે.
રાજદ્રોહ કેસમાં કોર્ટ સમક્ષ હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે કાઢવામાં આવેલા વોરંટ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપ્યા હતા. જેથી હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા માટે કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડે છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર 2020 સુધીમાં 17 દિવસ ગુજરાત બહાર જવા-આવવાની મંજૂરી આપી હતી.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…