બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા : શેરબજારમાં હવે વધુ નહિ થઈ શકે કમાણી..

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા શૅર બજારને લઈ આશા અને આકાંક્ષાઓથી ભરેલી જોવા મળી રહ્યા છે. CNBC-TV18 સાથે Exclusive વાતચીતમાં તેઓએ આશા વ્યક્ત કરી કે ઓક્ટોબર-નવેમ્બરથી બજારમાં સારી રિકવરી જોવા મળી શકે છે. તેઓએ કહ્યું કે સરકારને રિફોર્મના મોરચે હજુ વધુ પગલાં લેવાની જરૂર છે.

સાથોસાથ આરબીઆઈને કંપનીઓને લનની વન ટાઇમ રિસ્ટ્રક્ચરિંગ કરવી જોઈએ. ઝુનુઝુનવાલા ફાર્મા પર ખૂબ બુલિશ છે. તેઓની નજર હાલના દિવસોમાં બેન્ક અને ફાઇનાન્સિયલ શૅરો પર છે. તેઓએ કહ્યું કે બેન્કિંગ સેક્ટરમાં મુશ્કેલી છે પરંતુ કમાણી ઘટવાની આશંકા નથી જેટલી કહેવામાં આવી રહી છે. હાલમાં બેન્કિંગ શૅરોનું વેલ્યૂએશન સારું છે.

આ વાતચીતમાં રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે તેઓ ભારતીય બજારને લઈ હજુ પણ બુલિશ છે. તેઓએ વધુમાં કહ્યું કે બજારમાં આવેલી હાલની રેલી બજારને નવી બુલરનની શરૂઆત સાબિત થઈ શકે છે. તેઓએ કહ્યું કે બજારમાં હવે ફાર્મા શૅરોમાં જોરદાર તેજી જોવા મળશે.

રાકેશ ઝુનઝુનવાલાએ હાલા ભાવે બેન્ક શૅરોમાં રોકાણ કરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે થોડા દિવસોમાં બેન્કિંગ શૅરોમાં સારો વધારો જોવા મળી શકે છે.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર ટિપ્પણી કરતાં રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે COVID-19એ દેશમાં ભયનો માહોલ બનાવી દીધો છે પરંતુ ભારતમાં પ્રતિ મિલિયન મોત અને સંક્રમણનો દર ઘણો ઓછો છે. તેઓએ સરકારના લૉકડાઉન લાગુ કરવાના નિર્ણયનું સમર્થન કર્યું પરંતુ સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું કે COVID-19ને દેશમાં જરૂરિયાતથી વારે હાઉ ઊભો કરી દીધો.

તેઓએ વધુમાં કહ્યું કે લોકોને હવે આ વાયરસની સાથે જીવવું શીખવું જોઈએ. બિગલુબનું એવું પણ કહેવું છે કે લૉકડાઉનની અસર એટલી વધુ ખરાબ નથી થઈ જેટલી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

માર્કેટ વિશે વાત કરતાં તેઓએ કહ્યું કે, જો કે આ વર્ષે દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ દર નેગેટિવ રહી શકે છે પરંતુ શૅર બજાર પર અર્થવ્યવસ્થામાં નબળાઈ કંઈ વધુ અસર નહીં પડે.

ભારતીય બજારોને લઈને લાંબા સમયથી બુલિશ દૃષ્ટિકોણ રાખનારા રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે, જો કે તાત્કાલિક રીતે મને થોડી હતાશા અનુભવાઈ રહી છે પરંતુ તેની સાથે જ મને એવું પણ લાગી રહ્યું છે કે બજારમાં આવેલો હાલનો ઉછાળો બજારની નવી ઊંચાઈની તરફની શરૂઆત હોઈ શકે છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *