પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા યુવા દિવસ નિમિત્તે કરવામાં આવી આ મહત્ત્વની જાહેરાત… જાણો શું છે??

ગુજરાતમાં હજુ ખેડૂત આંદોલનની ઉગ્રતા જોવા નથી મળી ત્યારે હવે 26 જાન્યુઆરી ના રાષ્ટ્રીય પર્વ નિમિતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવાની જાહેરાત કરી છે. દેશની અંદર લાગુ કરવામાં આવેલ 3 ખેડૂત વિરોધી કૃષિ કાયદાને લઈ સમગ્ર દેશમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકાર ને ટકોર કરવામાં આવી છે કે આ કાયદામાં યોગ્ય નિર્ણય લેવામાં આવે અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાને અટકાવવામાં આવશે.

આ સિવાય જાહેરાતમાં કહેવાયું છે કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલ યુવાનો ઉપર ના કેસો પાછા ખેંચવાની વાત ગુજરાત સરકાર દ્વારા અનેકવાર કરવામાં આવી છે પરંતુ હજી સુધી કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી, જેના લીધે યુવાનો કોર્ટ કચેરી ના ધક્કાઓ ખાઈ રહ્યા છે.

અન્ય એક એવી પણ માંગ છે કે, સુરત શહેર ના વરાછા વિસ્તાર માં લાખો ની જન સંખ્યા વસી રહી હોય ત્યારે ત્યાં છેલ્લા અનેક વર્ષોથી એક સરકારી કોલેજ ઉભી નથી કરી શક્યા તે જનતાની કે રાજકીય આગેવાનોની જેની ખામી ગણો તે ખામી રહી છે ત્યારે હવે આ વિસ્તાર ની અંદર ફરજિયાત પણે એક સરકારી કોલેજની જરૂરિયાત અને માંગ ઉભી થઇ છે. ત્યારે તેના સમર્થન ની અંદર આ તિરંગા યાત્રા માં જોડવા માટે તમામ લોકો ને જાહેર આમંત્રણ છે.

આ પદયાત્રાનું આયોજન 26 જાન્યુઆરી 2021 ના રોજ સવારે 9 કલાકે સરથાણા સ્થિત શહીદ સ્મારક થી સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મિનિબઝાર, વરાછા સુધી કરવામાં આવ્યું છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.