કોરોના મહામારીમાં હોસ્પિટલોની બેફામ લૂંટફાટ વચ્ચે આ હોસ્પિટલે દર્દીનું 3 લાખનું બિલ માફ કરી માનવતા મહેંકાવી..!! વાંચો અને શેર કરો..!!

કોરોના મહામારીમાં હોસ્પિટલમાં લાંબુ બિલ બનતા દર્દીના પરિવારજનો માનસિક તો ઠીક પણ આર્થિક રીતે પણ પડી ભાંગે છે. પોતાના સ્વજનને બચાવવા માટે લોકો ઘર, જમીન વેચીને પણ હોસ્પિટલના બિલ ચૂકવ્યા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે સુરતની એક એવી હોસ્પિટલ પણ છે કે જેણે દર્દીની આર્થિક પરિસ્થિતિ જોઈને તેનું બિલ માફ કરીને માનવતા મહેકાવી છે.

અડાજણની ખાનગી હોસ્પિટલે એક યુવકની 35 દિવસ સુધી કોરીનાની સારવાર કરી હતી જેનો ખર્ચ 3 લાખ સુધી પહોંચી ગયો હતો. જો કે માતાની ખરાબ આર્થિક સ્થિતિ અને લાચારી જોઇને હોસ્પિટલે સંપૂર્ણ બિલ માફ કરવાનો નિર્ણય લીધો હતો.

મૂળ બિહારના અને હજીરાના મોરાગામના નિવાસી 25 વર્ષના મુન્ના મહાતોને કોરોનાને કારણે ફેફસાંમાં 90 ટકાથી પણ વધુ સંક્રમણ ફેલાયું હતું. તેમજ ઓક્સિજન લેવલ પણ 40 સુધી પહોંચી ગયું હતું. તે સમયે શહેરની હોસ્પિટલોમાં બેડ તેમજ ઓક્સિજનની પણ અછત હતી. આવા સમયે હોસ્પિટલે 35 દિવસ સુધી દર્દીની સારવાર કરી કોરોના મુક્ત કર્યા હતાં. સારવાર પાછળ 3 લાખનું બિલ બન્યું હતું. જો કે, યુવકની માતાની લાચારી તેમજ ખરાબ આર્થિક પરિસ્થિતિ જતા હોસ્પિટલે બિલ માફ કરવાનો નિર્ણય કર્યો હતો.

હોસ્પિટલના તબીબ ડૉ. ભાવિક મહેતાએ કહ્યું કે, દર્દીના ફેફસાં ખુબ ઇન્ફન્ટેડ હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવા પડ્યાં હતાં. દર્દીની ગરીબ સ્થિતિ જોઈને હોસ્પિટલે કોઇ ડિપોઝિટ પણ લીધી ન હતી. આઇસીયુમાં સારવાર મેળવી રહેલાં મુન્નાના તમામ રિપોર્ટ , દવા – ઇન્જન અને ભોજનની વ્યવસ્થા પણ હોસ્પિટલે કર્યો હતો, મેનેજમેન્ટને પહેલાંથી ખબર હતી કે દર્દી બિલ ભરી શકે તેમ નથી.’

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *