ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : 15 ઓગસ્ટ સુધી રાજ્યની સ્કૂલ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત..

કોરોના વાયરસના વધતા ફેલાવાની પરિસ્થિતિ વચ્ચે પોતાના સંતાનોના અભ્યાસની ચિંતા કરતા વાલીઓમાં મોટો મૂંઝવણનો પ્રશ્ન હતો કે ક્યારે સ્કૂલો ખૂલશે?

વાલીઓના આ પ્રશ્નનો જવાબ આજે શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાતમાં મળી ગયો છે. ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યની સ્કૂલ અને કોલેજો બંધ રાખવાની જાહેરા આજે શનિવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી.

આ ઉપરાંત શિક્ષણમંત્રએ મહત્વની જાહેરાત કરી હતી કે સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો વાલીઓ ઉપર દબાણ નહીં કરી શકે. આમ રાજ્યા સરકારે સત્તાવાર જાહેરાતના પગલે હવે શૈક્ષણિક સંસ્થાઓ સ્વતંત્ર પર્વ સુધી નહીં ખુલે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું હતું કે આ વર્ષે કોઈપણ સ્કૂલ ફીમાં વધારો નહીં કરે શકે. તેમજ ત્રિમાસિક ફીને બદલે માસિક ફી ભરશે તો પણ ચાલશે. ટ્યૂશન ફી અને સ્કૂલ ફીને બદલે માસિક ફી ભરી શકાશે. સપ્ટેમ્બર માસ સુધી વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ સ્કૂલો કરી શકશે નહીં. આ મામલે રાજ્યનો શિક્ષણ વિભાગ ખાનગી સ્કૂલો પર વિશેષ ધ્યાન રાખશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *