સુરતથી સૌરાષ્ટ્ર સેવા માટે ગયેલા સેવા સંસ્થાના કાર્યો ને ભાવનગર પ્રિન્સ યુવરાજસિંહ ગોહિલ એ બિરદાવ્યું…જાણો શું કહ્યું…

રાજ્યમાં કોરોના મહામારીનો બીજો વેવ ચાલી રહ્યો છે અને રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી રહી છે ત્યારે સેવા માટે હંમેશા તૈયાર એવા સૌરાષ્ટ્રમાંથી સુરત આવીને વસેલા સુરતીઓ હંમેશની જેમ આ સંકંટ સમયમાં પણ સેવા માટે આગળ આવ્યા છે અને સુરતમાં તો કોરોના મહામારી સામે લડવા માટે અભૂતપૂર્વ સેવા આપી જ રહ્યા છે.

પરંતુ ફક્ત સુરત પૂરતા સીમિત નહિ રહી ને પોતાના વતન સૌરાષ્ટ્રને કોરોનાથી બચાવવા માટે પણ સુરતમાં વસતા સોંરાષ્ટ્ર વાસીઓ નીકળી પડ્યા છે.

સુરતના સેવા ગ્રુપ દ્વારા સુરતમાં કોરોના દર્દીઓની શ્રેષ્ઠતમ સેવા અને વ્યવસ્થા બાદ લોકો સેવા ગ્રુપ પાસે સરકાર કરતા પણ વધુ અપેક્ષાઓ રાખી રહ્યા છે એવામાં લોકોની આ અપેક્ષાઓ પર ખરા ઉતારવા માટે અને સૌરાષ્ટ્રના ગામડાઓને કોરોનાથી બચાવવા માટે સેવા ગ્રુપના યુવાનો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી બોટાદ વગેરે જિલ્લાઓ માંથી પોતાના ગામડાઓમાં પહોંચી ગયા છે અને ગામડાઓમાં કોરોના માટે લોકોને જાગૃત કરી રહ્યા છે.

સેવા ગ્રુપની આ સેવા જોઈને ભાવનગર રાજવી પરિવારના વર્તમાન રાજકુંવર અને ભાવનગર પ્રિન્સ યુવરાજસિંહ ગોહિલ આ સુરતીઓ પર ઓળઘોળ થઇ ગયા છે અને એમની સેવાને બિરદાવી રહ્યા છે. આજે સુરતથી ભાવનગર સેવા માટે ગયેલા સેવા ગ્રુપના વિરલાઓને બિરદાવવા માટે ભાવનગર રાજકુંવર યુવરાજસિંહ ગોહિલ પોતે હાજર રહ્યા હતા અને સુરતી સેવાવિરોને બિરદાવ્યા હતા.

યુવરાજસિંહ ગોહિલે આ મામલે જણાવ્યું હતું કે સેવા ગ્રુપના જે ભાઈઓ ભાવનગર સેવા માટે આવ્યા છે એમાં તમામ પક્ષના માણસો છે, તમામ જ્ઞાતિના માણસો છે, પક્ષ અને જ્ઞાતિનો ભેદ પણ નથી ત્યારે આ લોકો ભારત દેશના નાગરિક બનીને સેવા કરે છે એ બાબતે મને ખુબ જ ગર્વ છે. હું દેશના તમામ યુવાનોને અપીલ કરું છે કે આ ભાઈઓ પાસેથી પ્રેરણા લો અને હું પણ આ લોકો પાસેથી શીખી રહ્યો છું.

જણાવી દઈએ કે મોટા શહેરો બાદ હવે કોરોને ગામડાઓમાં પણ પગપાસેરો કર્યો છે અને ગામડાઓમાં સુવિધાઓ અને સારવારના અભાવે લોકો મારી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોને કોરોના મામલે જાગૃત કરવા અને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે સુરતના આ યુવાનો સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરી રહ્યા છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *