ભરૂચ : દહેજની કંપનીમાં બ્લાસ્ટ, અનેક લોકો થયા ઇજાગ્રસ્ત..

દહેજની યશસ્વી રસાયણ કેમિકલ કંપનીમાં એક બોઇકલરમાં જોરદાર ધડાકો થયો હતો. આ ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારો ધ્રુજી ગયા હતા. બ્લાસ્ટ બાદ ધૂમાડાને ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગેનો એક વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. અમિત ચાવડાએ ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાતના ભરૂચ જિલ્લાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગને કારણે અનેક લોકો દાઝી ગયા છે. સાથે જ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક મદદ કરવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.

ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શેર કરેલા વીડિયોમાં બ્લાસ્ટને પગલે ઘાયલ થયેલા એક યુવકને જોઈ શકાય છે. યુવક ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર ઊભો છે.

 

જ્યારે તેની આસપાસના લોકો તેને બેસવા માટે કહી રહ્યા છે. યુવકની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી છે. તેના શરીર કાળું પડી ગયું છે તેમજ અનેક જગ્યાએ તો હાથની ચામડી ઉતરી ગઈ છે. આ દરમિયાન લોકો તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવાની પણ બૂમો પાડી રહ્યા છે.

ભરુચ જિલ્લાના દહેજ ખાતે આવેલી યશસ્વી સસાયણ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે કેમિકલ ભરેલી એક ટાંકીમાં ધડાકો થયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ દોડી ગયું હતું.

બ્લાસ્ટ થતાં કર્મચારીઓ દોડીને કંપનીની બહાર આવી ગયા હતા. ત્યાંના એક કર્મચારીને કહેવું છે કે,આ ધડાકો થયો ત્યારે હું ધાબા પર જ હતો પરંતુ બ્લાસ્ટ કઈ રીતે થયો તેની કંઇ જ ખબર નથી પડી. આ દુર્ઘટનામાં 15થી 20 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.”

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.