ભારત રત્ન માસ્ટર, બ્લાસ્ટર પણ કોરોના પોઝિટિવ થઇ ગયા…!!

દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાઇ રહી છે. હવે ભારત રત્ન લિઝેન્ડરી માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેન્ડુલકર પણ કોરોના પોઝિટિવ થઇ ગયા છે. સચિને જાતે ટ્વીટ કરી આ માહિતી આપી જણાવ્યું કે તે ઘરમાં જ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. જો કે સદભાગ્યે તેમના પરિવારના અન્ય સભ્યોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કોરોના સંક્રિમિત થયા બાદ 47 વર્ષના સચિન તેન્ડુલકરે ટ્વીટ કરીને લખ્યું કે,

નોંધનીય છે કે સચિન તેન્ડુલકરે ગત રવિવારે જ ઇન્ડિયા લિજેન્ડને વર્લ્ડ રોડ સેફટી ટી-20 સિરીઝનું ટાઇટલ જીતાડ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં સચિન ઇન્ડિયા લિજેન્ડના કેપ્ટન હતા. તેની ફાઇનલ મેચ 21 માર્ચે છત્તીસગઢના રાયપુરમાં શ્રીલંકા લિજેન્ડ સામે રમાઇ હતી. જેમાં ભારતે જીત મેળવી ખિતાબ પર કબજો કર્યો હતો. સીરિઝમાં સચિન સૌથી વધુ રન કરવાના ત્રીજા બેટ્સમેન હતા. તેમણે 7 મેચમાં 139ના સ્ટ્રાઇક રેટથી ત્રણ અર્ધ સદીની મદદથી 233 રન કર્યા હતા.

આ મેચમાં સચિને 30 કરવા ઉપરાંત સીરિઝમાં પણ શાનદાર બેટિંગ કરી જુના દિવસોની યાદ દેવડાવી હતી. સચિન ઉપરાંત સીરિઝમાં યુવરાજ અને યુસુફ પઠાણે ધાકડ પરફેર્મન્સ કર્યું હતું.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *