મિત્રો શું તમને ખબર છે ફણગાવેલા મગ ખાવાના ઘણા બધા ફાયદા છે જે બીજા કોઈ પણ ખોરાક ખાવાથી નય મળે જે ફાયદા મગ ખાવાથી થશે તો ચાલો જાણીએ…
સૌથી પહેલા તો મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો થી ભરપૂર હોય છે તેમજ મગ એ એક પ્રકાર ની દાળ જ છે જેમાંથી ઘણા બધા ફાયદા છે. મગની દાળ ખાવાથી તેમાં રહેલા પોટેસીયમ,મેગ્નેશિયમ,જિંક જેવા ખનીજ તત્ત્વો શરીરની શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

મગની દાળનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. મગની દાળ ખાવાથી તેમાં રહેલા વિટામિન શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
મગની દાળ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે કારણકે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રમાં તેમની સામે લડવામાં મદદ કરે છે.

ફણગાવેલા મગ ની સાથે સાથે મગનું પાણી પણ તેટલી જ મદદ કરે છે મગનું પાણી પીવાથી સ્કીન ને લગતી ઘણી બીમારી માં મદદરૂપ થાય છે. મગનું પાણી પીવાથી વાળ ને લગતી બીમારીમાં પણ રાહત થાય છે. જેમને બ્લડપ્રેસરનો પ્રોબ્લેમ હોય તેમના માટે પણ એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.