રક્ષાબંધન પૂર્વે અંગદાન કરી ભાઈ-બહેનના જીવ બચાવ્યાં..!!

રક્ષાબંધન પૂર્વે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને બલિદાનની ભાવનાને દર્શાવતા બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક કિસ્સામાં ભાઈએ રક્ષાબંધનના આગલા દિવસે અંગદાન કરી બહેનને મોતના મુખમાંથી બચાવી લીધી હતી. જ્યારે બીજા કિસ્સામાં બે બહેનોએ પોતાના અંગોનું દાન કરી સગા ભાઈનો જીવ બચાવ્યો હતો. કિડની આપી બહેનનો જીવ બચાવ્યો હતો.

પ્રથમ કિસ્સો હરિયાણાના રોહતક જિલ્લાનો છે જેમાં 28 વર્ષના એક યુવકે કિડનીની બીમારીથી પીડાઈ રહેલી મોટી બહેનને પોતાની કિડનીનું દાન કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ભેટ આપી હતી. આ અંગે માહિતી આપતાં રોહતકની એક ખાનગી હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે 31 વર્ષની એક મહિલા ઘણાં સમયથી કિડનીની બીમારીથી પીડાતી હતી.

તેના પતિ સહિત પરિવારના અનેક લોકોએ તેને કિડની દાન કરવા માટે તૈયારી દાખવી હતી પરંતુ તેમનું બ્લડ ગ્રૂપ મેચ થયું નહોતું. સદનસીબે તેના સગા ભાઈનું બ્લડ ગ્રૂપ મેચ થતાં તાત્કાલિક ઓપરેશન કરી કિડની પ્રત્યારોપિત કરાઈ હતી. પોતાની બહેનનો જીવ બચાવી અત્યંત હર્ષની લાગણી અનુભવી રહેલા ભાઈએ જણાવ્યું કે મારી બહેન મારું સર્વસ્વ છે, તેને નવું સ્વસ્થ જીવન મળ્યું તે મારા માટે સૌથી મોટી ભેટ છે.

બીજો કિસ્સો ઉત્તરપ્રદેશનો છે, જેમાં લીવર ખરાબ થઈ જતાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખઈ રહેલા 14 વર્ષના એક કિશોરને તેની બંને મોટી બહેનોએ પોતાનું અડધું-અડધું લીવર આપી તેનો જીવ બચાવ્યો હતો. ઉત્તરપ્રદેશના બદાયુંમાં રહેતા અક્ષત નામના કિશોરનું લીવર ખરાબ થઈ ગયું હોવાથી તે મૃત્યુની નજીક પહોંચી ગયો હતો અને લગભગ કોમામાં જતો રહ્યો હતો. તેનું વજન આશરે 92 કિલો જેટલું હોવાથી કેસ વધુ જટિલ બની ગયો હતો.

આ કિશોરની બંને બહેનો તબીબી દૃષ્ટિએ લીવર ડોનેટ કરવા માટે યોગ્ય હતી પરંતુ તેમનું વજન ઘણું ઓછું હોવાથી બંને બહેનોમાંથી અડધું અડધું લીવર લઈ તેને અક્ષતના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કરાયો હતો.

આ અંગે માહિતી આપતાં ગુડગાંવની એક ખાનગી હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે આ એક અત્યંત જટિલ ઓપરેશન હતું કારણકે અમારે ત્રણેય ભાઈ-બહેનોને એક સાથે ઓપરેશન ટેબલ પર લઈ રહ્યાં હતાં. ત્રણેયના માબાપ પણ પોતાના સંતાનોની સ્થિતિ જોઈને અત્યંત ચિંતિત હતાં. જોકે ઓપરેશન સફળ થતાં જ માબાપ સહિત તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઓપરેશન જુલાઈ મહિનામાં થયું હતું અને હાલ ત્રણેયની તબિયત બિલકુલ સ્વસ્થ છે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.