નીરજ ચોપરા ગોલ્ડ લાવતાં જ BCCI એ કરી દીધી આ જાહેરાત..!!

ટોક્યો ઓલિમ્પિક 2020 માં નીરજ ચોપરાની ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મોટી જાહેરાત કરી છે. BCCI એ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતના તમામ મેડલ વિજેતાઓને ઇનામની રકમ આપવાની જાહેરાત કરી છે.

BCCI ના સચિવ જય શાહે નીરજ ચોપરાની જીત બાદ ટ્વિટ કર્યું અને તેમાં તે તમામ ખેલાડીઓ અને ઘટનાઓના નામ લખ્યા. જેમાં ભારતે ટોક્યોમાં ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. આ સાથે જય શાહે તે ખેલાડીઓના નામની સામે ઈનામની રકમ પણ લખી છે.

BCCI એ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. નીરજ ઉપરાંત વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઇ ચાનુ અને કુસ્તીમાં સિલ્વર મેડલ વિજેતા રવિ કુમાર દહિયા માટે 50 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

કુસ્તીમાં બજરંગ પુનિયા, બોક્સિંગમાં લવલીના અને બેડમિન્ટનમાં પીવી સિંધુ, દેશ માટે બ્રોન્ઝ મેડલ લાવનારા ખેલાડીઓને 25 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે, BCCI એ ભારતની પુરુષ હોકી ટીમને 1.25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ભારતે 7 ઓગસ્ટના રોજ ટોક્યો ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા. જેની સાથે ભારતના કુલ મેડલની સંખ્યા સાત થઈ ગઈ છે. ટોક્યોમાં શનિવારે નીરજ ચોપરાએ જેવલિનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે બજરંગ પુનિયાએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે સાત મેડલ ઓલિમ્પિકના ઈતિહાસમાં કોઈપણ એક ઓલિમ્પિકમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ભારતે લંડન ઓલિમ્પિકમાં છ મેડલ જીત્યા હતા.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *