બીસીસીઆઈએ શુક્રવારે જાહેરાત કરી છે કે ભારતીય ટીમ કોરોના વાયરસના કારણે શ્રીલંકા અને ઝિમ્બાબ્વે પ્રવાસે જશે નહીં. આ પહેલા આઈસીસીએ ગુરુવારે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર શ્રેણીને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.ટીમ ઇન્ડિયાને શ્રીલંકામાં 24 જૂનથી લઈને 11 જુલાઈ સુધી વન-ડે અને ટી-20 શ્રેણી રમવાની હતી પણ કોરોનાના કારણે હવે આ શ્રેણી સ્થગિત થઈ ગઈ છે. આ પછી ટીમ 22 ઓગસ્ટે ઝિમ્બાબ્વે પ્રવાસે જવાની હતી.
બીસીસીઆઈએ એ સ્પષ્ટ કર્યું નથી કે આ શ્રેણી રદ થઈ છે કે સ્થગિત કરી છે. બીસીસીઆઈએ પ્રેસ રિલીઝમાં કહ્યું કે ભારતીય ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે નહીં જાય. કોરોનાના ખતરાને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ભારતમાં અત્યાર સુધી ત્રણ લાખ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 8500 લોકોના મોત થયા છે. ભારતીય ટીમે હજુ સુધી ટ્રેનિંગ કરી નથી અને જુલાઈ પહેલા શિવિર લાગે તેવી સંભાવના નથી. ખેલાડીઓને મેચો માટે તૈયાર થવામાં લગભગ છ સપ્તાહ લાગશે.
બીસીસીઆઈ સચિવ જય શાહે પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું કે બોર્ડ ટ્રેનિંગ શિવિરને ત્યારે જ આયોજિત કરશે જ્યારે આવું કરવું સુરક્ષિત હશે. બીસીસીઆઈ આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટની બહાલી માટે પગલા ભરવા માટે પ્રતિબદ્ધ છે પણ એવું કોઈ પગલું ભરશે નહીં જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા અન્ય સંબંધિત એજન્સીઓના કોરોના વાયસના ફેલાવને રોકવાના પ્રયત્નમાં નિષ્ફળ થઈ જાય.
બીસીસીઆઈ સતત દેશમાં કોવિડ-19ની સ્થિતિનું આકલન કરી રહી છે અને બધા સરકારી દિશા નિર્દેશો પર વિચાર કર્યા પછી જ ક્રિકેટ ગતિવિધિ બહાલ કરવા પર નિર્ણય કરશે.