કોરોના વાયરસની મહામારીની સંભવિત ત્રીજી લહેર સામે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારી તંત્રની સાથે જાયન્ટ કંપનીઓ તેમજ સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ નવા-નવા ઓકિસજન પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે BAPS દ્વારા આજે દુબઇથી ખાસ 22 મેટ્રિક ટન ઓક્સિજન લિક્વિડ ટેન્કર મંગાવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેની ફાળવણી કરવામાં આવી છે.
રાજકોટ BAPS સ્વામિનારાયણ સંસ્થાના અપૂર્વ મુની સ્વામીએ જણાવ્યું હતું કે, BAPS સંસ્થા હોસ્પિટલ સેવા સાથે ફૂડ પેકેટ, અને બીજી ઘાતક લહેરમાં ખાસ ઓક્સિજન લિક્વિડ સેવા પૂરી પાડવામાં આવી છે.
આજે દુબઇ ખાતે બની રહેલા મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ ઓક્સિજન લિક્વિડ ટેન્કર મોકલવામાં આવ્યું છે જે 22 મેટ્રિક ટન ઓક્સિજન ટેન્કરની પૂજન વિધિ કરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલને આપવામાં આવેલ છે. આ તકે રાજકોટ BAPS સંસ્થાના સંતો તથા રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, એડિશનલ કલેક્ટર પરિમલ પંડ્યા તેમજ સિવિલ હોસ્પિટલના RMO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બીએપીએસ સંસ્થા દ્વારા રાજકોટની સાથે અમદાવાદની હોસ્પિટલમાં પણ ઓકિસજનના ટેન્કરની અર્પણવિધિ કરવામા આવી હતી. અગાઉ કચ્છ અને મોરબીમાં પણ સંસ્થા દ્વારા દર્દીઓ માટે ઓકિસજનનુ ટેન્કર અર્પણ કરવામા આવેલ હતુ. બીએપીએસ સંસ્થા દ્વારા દુબઈથી શીપ મારફતે આ ઓક્સિજનનુ ટેન્કર મંગાવવામા આવેલ હતુ.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…