BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમેરિકા અક્ષરધામ વિવાદ અંગે પ્રથમ વખત આધિકૃત નિવેદન આવ્યું સામે… વાંચો અહીં.

તાજેતરના BAPS સ્વામિનારાયણ સંસ્થા પર અમેરિકા માં અક્ષરધામ બની રહ્યું છે. ત્યાં શિલ્પકાર બાબતે આક્ષેપ લાગ્યા હતા ત્યારે તે બાબતે BAPS સંસ્થા નો એક લેટર સામે આવ્યો છે. તે લેટર નિચે મુજબ છે.

સર્વે BAPS સત્સંગી પરિવારો અને ભાવિકો , છેલ્લા ૧૦૦ વર્ષોથી BAPS સંસ્થાએ સૌ પ્રત્યે સમતા, આદર અને કરૂણાના વૈશ્વિક હિન્દુ સિદ્ધાંતોને આગળ ધપાવવા અથાગ પુરુષાર્થ કર્યો છે. આપણા સત્સંગમાં જ્ઞાતિ , જાતિ અથવા ધર્મ અનુસાર કોઇ પક્ષપાત અથવા ભેદભાવ નથી, અને આપણે વિશ્વાસપૂર્વક માનીએ છીએ કે બધા લોકો સમાન પ્રેમ , સમાન આદર અને સમાન ગૌરવના અધિકારી છે.

ઇતિહાસ સાક્ષી છે કે આ મૂલ્યો અને સિદ્ધાંતોને કારણે જ આપણે સૌ ગૌરવપૂર્વક એકતાથી જોડાયેલા છીએ. ભગવાન સ્વામિનારાયણ અને તેમના અનુગામી ગુણાતીત ગુરુઓએ આચરણ દ્વારા આપણને શીખવ્યું છે કે આપણે સામાજિક ભેદભાવોથી પર થઇએ, કુસંપ નહીં પણ એકતા રાખીએ, ઊંચ – નીચ અને નાત – જાતની ભેદરેખા ભૂંસીએ અને તેને બદલે પરસ્પર પ્રેમ, ભાઇચારો અને સમદૃષ્ટિ કેળવીએ – એ જ સાચી આધ્યાત્મિકતા છે.

આ બાબત આપણાં શાસ્ત્રો પૂરતી જ સીમિત નથી રહી, પરંતુ આપણી નિઃસ્વાર્થ સેવાની ભાવના અને ભેદભાવ રહિત લોકકલ્યાણની સેવાપ્રવૃત્તિઓના આપણાં દસ્તાવેજી ઇતિહાસમાં પણ સ્પષ્ટ જોઇ શકાય છે. સમગ્ર વિશ્વમાં કરોડો લોકો તેનાથી લાભાન્વિત પણ થયા છે. આ મૂલ્યો અને સિદ્ધાંતોનું આચરણ થતું હોવા છતાં પણ અમેરિકા સ્થિત આપણી સંસ્થા પર તાજેતરમાં જે આક્ષેપો મુકાયા છે તે આપણા માટે દુઃખદ છે.

આપણે તે આક્ષેપો સાથે અસંમત છીએ. અને આપણે સ્થાનિક અધિકારીઓને સહયોગ આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. તેમાં સહાય કરવા આપણે કાયદાકીય નિષ્ણાતો નિયુકત કર્યા છે. સંપૂર્ણ અને ન્યાયી તપાસના પરિણામ પર આપણને પૂર્ણ વિશ્વાસ છે. તે દરમ્યાન આપણે આપણી વિશ્વવ્યાપી સત્સંગ – સેવાપ્રવૃતિઓ તેમજ પ્રાર્થના દ્વારા આપણાં મૂલ્યો અને નૈતિકતાની પુષ્ટિ કરતા રહીશું.

આપ સૌના સતત સાથ.સમર્થન અને સમજણ માટે અમે આપનો આભાર માનીએ છીએ . જય સ્વામિનારાયણ.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.