સુરતમાં લાગ્યા બેનર: ભરતી નહી તો મત નહિ જાણો…

રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકા તેમજ 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ઠેર ઠેર અનેક વિસ્તારમાં ભરતી નહિ તો મત નહિના સ્લોગન સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે.

બેનરની સાથે #હું_તો_નડીશ હેશટેગ પણ લગાવવામાં આવ્યુ છે.

સુરતમાં લાગ્યા બેનર

સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભરતી નહિ તો મત નહિના સ્લોગન સાથેના બેનરો લાગતા ભાજપ દોડતુ થયુ છે. સુરતમાં કતારગામ, વરાછા, કાપોદ્રા, યોગી ચોક અને મોટા વરાછામાં ચાર રસ્તા, સોસાયટીઓ અને દરેક જગ્યાએ ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. બેનરમાં ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલા કેસને પરત ખેચવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે સાથે બેનરમાં બિન સચિવાલય સહિતની પરીક્ષાની તારીખો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને LRD અને SRPFના વિદ્યાર્થીઓને નિમણૂંક આપવાની માંગ કરવામાં આવી છે. શહેરમાં લાગેલા બેનરમાં વિદ્યાર્થીઓ સાથે ભાજપ સરકારે કરેલા અન્યાયને બંધ કરવાની પણ વાત કરવામાં આવી છે.

બિન સચિવાલયની પરીક્ષાની તારીખ 3 વર્ષથી જાહેર નથી કરાઇ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કલેક્ટર કચેરીઓ અને ગુજરાત સરકારનાવિવિધ ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા)ના કારકુન વર્ગ-3 અને સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 2221 જગ્યાઓ પર સીધી ભરતી માટે 12-10-2018માં ભરતી જાહેર કરવામાં આવી હતી. જે EWSના લીધે ફરી 1-6-2019થી 30-6-2019 દરમિયાન ફરી ખોલવામાં આવી હતી ત્યારબાદ તેની પરીક્ષા 17-11-2019ના રોજ OMR બેઇઝ્ડ પરીક્ષા લેવામાં આવી હતી.

જોકે, પેપર ફૂટી જતા સરકારે પરીક્ષાને 16 ડિસેમ્બર 2019ના રોજ રદ કરી હતી અને સઘન સુરક્ષા વચ્ચે આ પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. તે બાદ ઘણો સમય નીકળી ગયો હોવા છતા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *