બબીતાજી ને ઐયર ની પત્ની બનવાની ઇચ્છા નહોતી; જેઠાલાલના કહેવા પર થઈ તૈયાર..!!

Taarak Mehta Ka Ooltah Chasmah: આ શોમાં બબિતાજીનુ કેરેક્ટર લોકોને ખુબ જ પસંદ આવે છે, જેઠાલાલ બબિતા પાછળ ફિલ્ડીંગ ભરતા હોય છે અને દર્શકોને આ કેમેસ્ટ્રી જોવી ગમે છે. મુનમુન શરૂઆતથી જ શોનો હિસ્સો રહી છે. 2004થી તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. મુનમુનના પરિવારવાળા તેને પત્રકાર કે સિંગર બનાવવા ઇચ્છતા હતા પરંતુ તેની કિસ્મતમાં કંઇક બીજુ જ લખ્યુ હતુ.

મુનમુન દત્તાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી જેમાં તે ખુબ સફળ રહી હતી. જો કે તે બાદ તેણે એક્ટિંગમાં જંપલાવ્યું હતું. મુનમુનના કરિયરની શરૂઆત હમ સબ બારાતીથી થઇ હતી. તારક મહેતા શો તેના માટે ખુબ જ લકી સાબિત થયો હતો.

મુનમુન દત્તાને પસંદ નથી કે કોઇ તેને ટચ કરે. શૂટિંગ વખતે જો કોઇ તેને જાણીજોઇને અડે છે તો તે ગુસ્સે થઇ જાય છે. કેટલીક વાર તો એવુ થયુ છે કે 2-3 દિવસ સુધી મુનમુન શૂટ પર ન આવી હોય. 33 વર્ષની મુનમુન દત્તાએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને તે પોતાના ઘરમાં એકલી જ રહે છે.

મિડીયા રિપોર્ટ્સ અનુસાર તારક મહેતા શો ની ઑફર આવી ત્યારે ઐયરની પત્ની બબીતાજી બનવા માટે મુનમુન દત્તા તૈયાર ન હતી પરંતુ દિલીપ જોશી એટલે કે જેઠાલાલે સમજાવી ત્યારે તે માની હતી. ત્યારબાદ થી મુનમુન દત્તા બબીતાજી ના નામથી જ ઓળખાય છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.