ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસનના એ શેર કરી સમોસા ની તસ્વીર,તેના પર પીએમ મોદીએ કહ્યું કંઇક આવું..

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનના એ ટ્વીટ ઉપર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે સમોસાની તસવીર ટ્વીટ કરી છે. વડાપ્રધાન મોદીએ મોરિસનના ટ્વીટ ઉપર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે ‘હિન્દ મહાસાગર સાથે જોડાયેલા, ભારતીય સમોસા ભારતીય સમોસાથી મળતો આવે છે. વડાપ્રધાન મોરિસન આ સ્વાદિષ્ટ લાગી રહ્યાં છે.’

વડાપ્રધાને લખ્યું કે, ‘જ્યારે આપણે covid-19 સામે નિર્ણાયક જીત મેળવી લેશે. ત્યારબાદ એક સાથે સમોસાનો આનંદ લઈશું.’ તમારી સાથે ચાર તારીખે અમારા વીડિયોની રાહ છે.ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ટ્વીટમાં લખ્યું છે કે ‘કેરીની ચટણીની સાથે સંડે સમોસા. આ સપ્તાહમાં તેમની સાથે વીડિયો મીટિંગ થનારી છે. તેઓ શાકાહારી છે એટલે હું તેમની સાથે શેર કરવાનું પસંદ કરીશ.’

મોરિસનના ટ્વીટને અત્યાર સુધીમાં 39,000થી વધારે લાઈક્સ આવી ચૂકી છે. મોરિસનના ટ્વીટનો જવાબમાં ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે ‘મિશલિન સ્ટાર માટે પોતાનું નામ પ્રસ્તાવિત કરવું જોઈએ.’

ઉલ્લેખનીય છેકે બંને દેશોના વડાપ્રધાન વચ્ચે 4 જૂન વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક થનારી છે. જેમાં આર્થિક અને રણનીતિક ક્ષેત્રોમાં સંબંધો વધારે મજબૂત થવાની આશા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોવિડ-19નું પહેલું દ્વિપક્ષીય શિખર સમ્મેલન હશે. શિખર સમ્મેલન માટે જાન્યુઆરીમાં ભારત આવનારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પોતાના દેશના મોટા ભાગને તબાહ કરનાર વિનાશકારી બુશફાયરના કારણે પોતાની યાત્રાને રદ્દ કરવી પડી હતી.

ભારતીય વિદેશમંત્રીના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે કહ્યું હતું કે, મેમાં આ યાત્રાનું આયોજન બનાવવામાં આવી રહી હતી. પરંતુ આ શિખર સમ્મેલ હવે 4 જૂને થશે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.