દેશ માં પ્રસરેલી કોરોના મહામારી વચ્ચે રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ માં બંધ 80 વર્ષીય આસારામ બાપુ ની બુધવાર રાત્રે તબિયત બગડી જતા તેઓને મહાત્મા ગાંધી હૉસ્પિટલ માં લઇ જવાયા હતા.
આસારામ બાપુ નો ત્રણ દિવસ અગાઉ કરાયેલો કોરોના ટેસ્ટ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને કોરોના ને કારણે ઓક્સિજન લેવલ ખૂબ ઓછું થઇ જતા તેમને હૉસ્પિટલના આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ આસારામની તબિયત ના સમાચાર સાંભળીને તેમના સમર્થકો હૉસ્પિટલ બહાર એકત્ર થઈ ગયા હતા.
જોધપુરની સેન્ટ્રલ જેલમાં અગાઉ પણ કેદીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. તમામ કોરોના પોઝિટિવ કેદીઓને જેલની ડિસ્પેન્સરીમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હવે અન્ય કેદીઓમાં પણ કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે ત્યારે ફરી આસારામ બાપુ કોરોના પોઝીટિવ આવતા જેલમાં કોરોના સંક્રમણની આશંકા વધી ગઈ છે.