ચીનમાં કોરોનાનો પ્રકોપ ઓછો થતાં જ માંસની માગમાં અધધ 170 ટકાનો વધારો…

ચીનમાં કોરોનાનો પ્રકોપ ઓછો થતાની સાથે જ માંસની માંગ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ છે. એપ્રિલ મહિનામાં ચીનમાં પોર્કની આયાતમાં ૧૭૦ ટકાનો વધારો નોધાયો છે. એકલા એપ્રિલ માસમાં જ પોર્કની આયાત ૪ લાખ ટન થઇ છે. ચીન દુનિયામાં પોર્ક એટલે કે સુવરના માંસનું સૌથી મોટું ગ્રાહક છે. કોરોનાના કારણે અન્ય દેશોમાં પોર્ક ખૂબ જ સસ્તું થયું છે. જેના અક્રને ચીનના લોકો તેનો સ્ટોક કરવામાં લાગી ગયા છે. આ વર્ષના પહેલા ચાર મહિનામાં ચીનના કુલ માંસની આયાત ૫૪ ટકાથી વધીને ૬.૮ લાખ ટન સુધી પહોચી ગઈ છે.


આ વર્ષે ચીનમાં ઘાતક આફ્રિકન સ્વાઇન ફીવર રોગ ફેલાવાના કારણે સુવારોની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો જોવા માટે મળ્યો હતો અને પોર્કનું ઉત્પાદન ઘટી ગયું છે. જેના કારણે પોર્કની કિમતમાં રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોચી ગઈ છે. પોર્ક ચીની લોકોનું સૌથી વધારે પસંદગી પામેલું મીટ છે.


આ પહેલા ચીન અમેરિકા જેવા વિદેશી બજારોથી પોર્ક ખરીદતું હતું. અમેરિકામાં દુનિયાનું સૌથી સસ્તું પોર્ક મળે છે પરંતુ કોરોનાના પ્રસારના કારણે ચીનની માંગમાં ઘટાડો જોવા માટે મળ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ચીની બજારમાં પોર્કની કિમતમાં સતત ઘટાડો નોધાયો છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.