PM નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા છે. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું, નિરીક્ષણ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ જઈને સમીક્ષા બેઠક કરશે.
હવાઈ નિરીક્ષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે.
Honourable Prime Minister Shri @narendramodi ji landed in Bhavnagar. He will conduct an aerial survey of the areas of Amreli, Gir Somnath and Bhavnagar districts hit by #CycloneTauktae. pic.twitter.com/VcBk6lwbau
— Vijay Rupani (@vijayrupanibjp) May 19, 2021
સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરવાના છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવાઝોડા અંગે નિરીક્ષણ કર્યા બાદ થયેલ નુકસાન અંગે સર્વે કરીને નુકસાન વળતર માટે રાહત પેકેજ ની જાહેરાત કરી શકે છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…