સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન સામાન્ય સભાનો આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ કર્યો છે. આમ આદમી પાર્ટીના સભ્યોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના સભ્યોનો આરોપ છે કે, વિરોધપક્ષનો અવાજ દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા દરિમિયાન વિરોધ કરતા પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે અમે આ ઓનલાઇન સભાના તુતનો વિરોધ કરીએ છીએ.
આ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ જણાવે છે કે, SMCએ ઓનલાઇન સામાન્ય સભાનું આયોજન બંધ બારણે બજેટ પાસ કરાવવાના મનસૂબાને આમ આદમી પાર્ટી પાર નહી પાડવા દે. SMC નું બજેટ સુરતના સામાન્ય નાગરિકોના ખિસ્સા કાતરી નાખતું બજેટ છે.
સુરત મહાનગર પાલિકા ની મુગલીસરા ઓફિસ ખાતે બજેટ સત્ર ની સામાન્ય સભા ઓનલાઇન યોજાવાનાં અને STM અંગે ના કૌભાંડ નાં વિરોધ માં આમ આદમી પાર્ટી ના નગર સેવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરતાં સાશકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી અને આમ આદમી પાર્ટી ના નગર સેવકો સાથે પોલીસ દ્વારા બળપ્રયોગ કરતાં આમ આદમી પાર્ટી ના વોર્ડ નં – 3 ના નગરસેવક બેહોશ થઈ ગયાં હતા તેઓ ને એમ્બ્યુલન્સ બોલાવી સ્મીમેર મોકલવામાં આવ્યાં છે.
સાથે સાથે વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી ને પણ પોલીસ દ્વારા કાંઠલો જાલી ટીંગાટોળી કરતાં શર્ટ ફાટી ગયો હતો અને પોલીસ અને ડિસ્ટાફ દ્વારા માં બહેન સામે ગાળો આપવામાં આવી હતી. આપ ની બે મહિલા નગર સેવિકાઓને ડિસ્ટાફ પોલીસે ધક્કો મારવામાં આવ્યો હતો. એ તમે વીડિયોમાં જોઈ શકો છો.
જુઓ વિડિઓ:-
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…