હાથમાં સળગતા દીવા રાખવા નવરાત્રિના દિવસોમાં ઘણાના શરીરમાં માતાજી પ્રવેશ કરે છે, એવી માન્યતા પ્રવર્તે છે. ખરેખર તો માતાજી જેવું કોઈનામાં કશું પ્રવેશતું નથી. એ તો એક માનસિક પ્રક્રિયા છે અથવા વ્યકિત ઢોંગ કરે છે. કેટલીકવાર વ્યકિત પોતે જ હિપ્નોટાઈઝડ થઈ જાય છે, ત્યારે આવું વર્તન કરે છે.
કેટલીક વખત વધુ પડતો ત્રાસ ગુજારવામાં આવે તો પણ વ્યકિતનું માનસિક વર્તન બદલાય છે. માતાજીના નામે ઘણા ચમત્કારો થાય છે. ભૂવા – ભગત લોકોમાં ખાસ માતાજી પ્રવેશે છે, અને તેઓ હાથમાં દીવા રાખે ,કંકુ કાઢે , ગરમ તેલમાંથી હાથ વડે પૂરી કાઢે, સળગતા કાકડા શરીર પર ફેરવે તો વળી કેટલાંક સળગતા અંગારા પર ખુલ્લે પગે ચાલવા લાગે.
આવી ઘટનાઓ જયારે લોકો જુએ છે ત્યારે તે આ પ્રકારના પ્રયોગોને દૈવી શકિતવાળા, અલૌકિક શકિતવાળા, મેલી વિદ્યાવાળા, મંત્ર – તંત્ર કરવાવાળા તરીકે ખપાવવા લાગી જાય છે. લોકો એવું માનવા લાગી જાય છે કે તેની પાસે કોઈ ‘ સુરી , અસુરી વિદ્યા છે. ખરેખર વાસ્તવિકતા એ છે કે આવી કોઈ વિદ્યા નથી. જે કંઈ છે તે વિજ્ઞાનના કેટલાક પ્રયોગો તરકીબો કે સાધનની કરામત છે .
હાથમાં સળગતા દીવા રાખનારનું અલોકન, પરીક્ષણ કરતા સમજાશે કે દીવા ઘીના બનાવેલાં હોય છે. દિવેટ ઊંચી રાખેલી હોય છે. ઘી ઠંડુ પડે છે . દીવાની જયોત ચામડીને સ્પર્શ કરતી નથી. ઠંડુ ઘી ઘીમે ધીમે ગરમ થઈ પીગળે એટલીવારમાં આરતી, ગરબો પૂરો પણ થઈ જાય. વધુ સમય રાખવા માટે પીગળેલું ઘી ધૂણતાં ઢોળી નાખો, હથેળીમાં ઠંડુ ઘી દીવાની આસપાસ ઉમેરતા રહો.
બીજી રીત છે : સુતરાઉ કપડાની દંડી બનાવી દિવેટ જેવી ટોચ રાખી તેને છ કલાક દિવેલમાં બોળી રાખવી ત્યાર પછી તેલમાં બોળી રાખવી અંતે પ્રયોગ વખતે ટોચનો ભાગ કેરોસીન બોળી સળગાવવી. આ પ્રમાણે કરવાથી કેરોસીનનું પડ સહેલું સળગશે. ત્યારપછી તેલનું પડ અને છેલ્લે દિવેલ. આમ થતાં થોડો સમય હાથમાં સળગતાં દીવા રાખી શકાય.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…