આઝાદી ના 75 માં સ્વતંત્ર પર્વ નિમિતે સમગ્ર દેશ આ વર્ષને ” આઝાદી કા અમૃત મહોત્સવ ” રૂપે આખું વર્ષ રાષ્ટ્રીય પર્વમય બનવા જઈ રહ્યું છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના યુવાનો માં રાષ્ટ્ર પ્રત્યે જોમ જુસ્સા સાથે દેશ દાઝની ભાવના જબુકતી રહે તેવી નેમ સાથે સુરત શહેર ના વરાછા વિસ્તારમાં યોગીચોક થી કારગીલ ચોક વચ્ચે આવતા ચાર રસ્તાને “ક્રાંતિ ચોક” નામ આપવામાં આવશે.
તે ચોક પર દેશની આન બાન અને શાન સમાન આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકશે તથા તેની નીચે આ દેશ ની આઝાદી માં જેમણે નાની ઉંમરે હિંમતભેર અંગ્રેજ સરકાર નો સામનો કરી બહાદુરી થી હસતા મુખે શહિદી વહોરી તેવા સુખદેવ, ભગતસિંહ, અને રાજગુરૂ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, “આ કાર્ય તમામ કાયદાકીય પ્રક્રિયા અનુસરી ને સુરત ને અર્પણ કરવામાં આવશે તથા તેમાં અનેક સામાજિક સંસ્થાઓ, આગેવાનો તથા સુરતના ઉદ્યોગ સાહસિકો ના યોગદાન વતી તમામ નો અમારી ટીમ આભાર માનીએ છીએ.”
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…