આણંદ: નગરપાલિકા પાસે આવેલ મયુર સેલ્સમાં ભયાનક આગ લાગી હતી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા સમગ્ર ઇમારતમાં આગ ફેલાઇ હતી. આગ એટલી ભયાનક હતી કે આજુબાજુની ઇમારતમાં પણ આગ પ્રસરી હતી. આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને તાત્કાલિક આગને ઓલવવાની કામગીર આરંભી હતી. હાલ તો આગ લાગવાનું કારણ અકબંધ છે.
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામા આવ્યો. આણંદ નગરપાલિકામાં ફાયરસેફટી નિયમો ચોપડે જ ચાલી રહ્યા છે. ફાયરવિભાગ વારંવાર ફાયરસેફટી અંગે નોટિસો નગરપાલિકાના વિસ્તારમાં આવેલી બિલ્ડીંગોને આપે છે અને તેની જાણ નગરપાલિકાને પણ કરે છે.
જુઓ આગનો વીડિયો…
આમ છતાં ઓળખાણ અને ખુશામત વ્હાલી વહીવટી નીતિરીતિ રાખતા સત્તાધીશો ફાયર સેફ્ટી બાબતે કુણું અને બેજવાબદારભર્યું વલણ દાખવી રહ્યા છે. જે પરિણામે અસહ્ય અને માફ ન કરી શકાય તેવી જીવલેણ ઘટનાઓ અને બનાવોનો સામનો સામાન્ય જનતાએ કરવો પડી રહ્યો છે.
આણંદ નગરપાલિકા વિસ્તારમાં ફાયરસેફટીના લીરેલીરા ઉડ્યા છે. નગરપાલિકા નજીક એક બિલ્ડીંગમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેને લઈ આખું બિલ્ડીંગ ઝપેટમાં આવી ગયું છે. જોકે, હજુ જાનહાનીના કોઈ જ સમાચાર નથી, પરંતુ 3થી 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.
આણંદ ના ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે સાંજે 4.30 કલાકની આસપાસ ફાયરકોલ આવ્યો હતો.આ ફટાકડા ગોડાઉનમાં લાગેલ આ ભીષણ આગ ને કારણે ફટાકડા સાથે હવાઈ પણ ફૂટી હતી અને જેના કારણે પાસેના ટીવી શોરૂમમાં પણ આગ લાગી હતી. જોકે હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…