સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં કોરોના રેપીડ ટેસ્ટ માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા બાબતે કરવામાં આવી અરજી..!!

કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – ગુજરાત (યુવાટીમ) દ્રારા સૌરાષ્ટ્રના તમામ ગામડાઓમાં કોરોના રેપીડ ટેસ્ટ માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા બાબતની અરજી કરવામાં આવી.

આ અરજીમાં જણાવ્યા અનુસાર, જય ભારત સાથે જણાવવાનું કે હાલ ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ કોરોના ના કેસ ખુબ જ ઝડપથી વધી રહયા છે. અને આ સતત કોરોના ના કેસ વધવાને કારણે ખુબ જ વધારે પ્રમાણમાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે અને સતત કોરોના માં મૃત્યુદર વધતો જ રહ્યો છે.

આવા કપરા સમયમાં કોરોના નો ટેસ્ટ કરાવવો ખુબ જ જરૂરી હોય , આથી સૌરાષ્ટ્ર ના તમામ ગામડાઓમાં કોરોના રેપીડ ટેસ્ટની તાત્કાલિક વ્યવસ્થા કરવાની અરજ કરીએ છીએ. અમારી આ અરજ ને યોગ્ય તમામ કચેરીઓ , યોગ્ય તમામ અધિકારીઓ અને વિભાગોને પહોંચાડી અને યોગ્ય કામગીરી હાથ ધરી અમોને અમારા સરનામા પ્રતિ ઉત્તર પાઠવશોજી.
જય હિંદ…

નકલ રવાના :

● ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

● ગુજરાત રાજ્ય ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

● રાજયકક્ષાના આરોગ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી

● રાજયકક્ષાના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિબેન રવિ

● રાજયકક્ષાના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા

આપનો વિશ્ચાસુ ,

કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ – ગુજરાત (યુવાટીમ)

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *