સુરત જિલ્લામાં આવેલ કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકોને ટોલટેક્સ થી મુક્તિ આપવા માટે પાસ દ્વારા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું.
જેમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જય ભારત સવિનય સાથ ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે સુરત જિલ્લામાં આવેલ કામરેજ અને ભાટીયા ટોલ નાકા ઉપર ટોલ પ્લાઝા ના અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે . પાછલા 6 મહિનાથી આપશ્રી સાહેબને રાજ્ય સરકાર તથા નેશનલ હાઇવે ઓથોરિટી ના જવાબદાર લોકોને આ બાબતે અસંખ્યવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેનો કોઈ ઉકેલ આવેલ નથી આ ટોલ પ્લાઝાના આસપાસના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અનેક લોકો રહેતા હોય તથા તેમની આસપાસ જ તેમની રોજી રોટી અને આજીવિકા માટે ના ખેતી તથા નાના ઉદ્યોગ એકમો આવેલા હોય ત્યારે આવા સ્થાનિક લોકોને અસંખ્ય વખત ટોલ પ્લાઝા પાસેથી અવર – જવર રહેતી હોય છે ત્યારે આ લોકો પર ટોલ ટેક્સના નામે જે ફરજિયાત પણે ટોલ નાખવામાં આવી રહ્યો છે તે બિલકુલ અયોગ્ય છે.
નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા ઊભા કરતા સમયે સ્થાનિક લોકોને જે સર્વિસ રોડ બનાવી આપવાનો હોય છે તે સર્વિસ રોડ પણ આજ દિન સુધી બનેલ નથી અને તેના અભાવે સ્થાનિક વિસ્તારના અસંખ્ય લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.

અનેક વખત આ પ્રકારની સમસ્યાને લઇ તંત્રમાં રજૂઆત થઈ છે પરંતુ આજદિન સુધી તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી તથા નેશનલ હાઇવે ઓથોરિટી ટોલટેક્સ ને લઈ બનાવેલ નીતિ નિયમો સેક્શન આઠ ની જોગવાઈ મુજબ કોઈપણ ટોલનાકા નગરપાલિકા ટાઉન વિસ્તાર કે મહાનગરપાલિકાના હદ વિસ્તાર ની 10 કિલોમીટર ની બહાર ઉભા કરવામાં આવવા જોઈએ જો 5 કિલોમીટર ની અંદર આ ટોલ પ્લાઝા ઉભા કરેલ હોય તો સ્થાનિક તંત્રની લેખિતમાં મંજૂરી જોઈએ .
આ પ્રકાર ની કોઈ પણ મંજૂરી આપવામાં આવી હોય તેવું અમોને જાણવા મળેલ નથી જેથી આપ પણ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરશો તથા સ્થાનિક GJ – 05 અને GJ – 19 ના વાહનોને આ ટોલ પ્લાઝા ઉપરથી મુક્તિ આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે.
આજ રોજ થી જે ફરજિયાત પણે ફાસ્ટ ટેગ લાગુ કરવાની વાત છે તેને લઈ ટોલ પ્લાઝા ના માણસો દ્વારા સ્થાનિક લોકો વચ્ચે કોઈ પણ પ્રકારની ઘટના ઉદ્દભવે તો તે માટે ટોલ પ્લાઝા ના કર્મચારી અને સ્થાનીક તંત્ર જવાબદાર રહેશે . છેલ્લા ઘણા સમય થી પ્રજાહિતમાં આ ટોલ લૂંટ બાબતે લડત ચાલે છે અને સુરત , બારડોલી , નવસારી સહિત ના લાખો લોકો આ લડત ના સમર્થન મા હોય ત્યારે પ્રજાહિતે આપ નિર્ણય લઈ પ્રજા ને પડતી હાલાકી દૂર કરશો તેવી વિનંતી.
આવી પ્રકારની વિન્નતી પાસ દ્વારા કરવામાં આવી હતી.