સુરતમાં વધુ 93 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધારો..

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 93 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં 77 જયારે ગ્રામીણ વિસ્તારમાં 16 દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા 2201 પર પહોંચી છે,

જયારે આજે સુરતમાં બે લોકોના કોરોનાથી મોત થયા છે તેની સાથે મરણ આંક 82 પર પહોંચ્યો છે.જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 80 મોત શહેર વિસ્તારના છે.તેવામાં આજે 35 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 93 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 77 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2035 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 16 કેસ સાથે દર્દીની સંખ્યા 166 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 2201 પર પહોંચી ગઈ છે, આજે શહેરમાંથી 35 જ્યારે જિલ્લામાં આજે એકપણ દર્દી નહીં, ત્યારે કુલ 35 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1376 થઈ છે. જેમાંથી જિલ્લાના 94 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

સુરતમાં આજે સેન્ટ્રલ ઝોન 12, વરાછા એ ઝોનમાં 11, વરાછા બી 3, રાંદેર ઝોન 3, કતારગામ ઝોનમાં 18, લીબાયત ઝોનમાં19, ઉધના ઝોનમાં 8 અને અથવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે.

તેમજ જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લા ના કામરેજ ખાતે આજે 12 માંડવી ખાતે 2 અને પલસાણા અને ચોયાસી ખાતે એક એક કેસ નોંધાયો છે.

આમ તો લીંબાયત સાથે કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો, પણ આજે સૌથી વધુ દર્દી લીંબાયત ઝોન ત્યાર બાદ કતારગામ ઝોનમાં નોંધાયા છે. સાથે-સાથે સેન્ટ્રલ ઝોન સાથે વરાછા એ ઝોનમાં દર્દી આજરોજ વધ્યા છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.