ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ સ્થાનિક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. વાસણા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય યુવતી તેના પતિ તથા બાળકો સાથે રહે છે. આ પરિણીતાના પતિ નારણપુરા ખાતે નોકરી કરે છે.રવિવારના રોજ સાંજે આ પરિણીતા તેના ઘરે ઉપરના રૂમમાં એકલી વાસણ ઘસતી હતી. તે દરમિયાન ત્યાં રહેતો દિપક નામનો શખસ નીચે ઉભો હતો.
સમગ્ર ઘટના એવી છે કે આ પરિણીતા જ્યારે વાસણ ઘસતી હતી ત્યારે તે શખસ તેના ઘર સામે જોઈ રહ્યો હતો અને ત્યારે અચાનક જ આ શખસ આ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાનો ચડ્ડો કાઢીને પરિણીતાને ભાભી અહીં આવો તેમ કહી બાથમાં લઈ નીચે સુવડાવવાની કોશિશ કરી હતી,જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા
આ દિપક અવારનવાર વારંવાર આ પરિણીતાના ઘરની સામે જોતો હતો. જેથી પરિણીતાએ તેમની પાડોશમાં રહેતા એક મહિલાને બોલાવીને કહ્યું હતું કે તમે મારા ઘરે આવો, જેથી પાડોશી મહિલા આ પરિણીતાના ઘરમાં વસ્તુ મુકવા જતા દિપક નામનો શખ્સ એકદમ પરિણીતાના ઘરમાં ઘૂસી આવ્યો હતો.ઉપરના રૂમમાં આવીને પરિણીતાનો હાથ પકડીને પોતાની બાજુ ખેંચવા લાગ્યો હતો અને ચડ્ડો કાઢી નાખી કહેવા લાગ્યો હતો કે ભાભી અહીંયા આવો અને તેને બાથમાં ભરીને તેને નીચે સુવડાવવાની કોશિશ કરતો હતો.જોકે પરિણીતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…